ઈ હાટુ અમે પણ દરોજ પરમેશ્વરનો આભાર માની છયી કે, જઈ તમે પરમેશ્વરનાં હારા હમાસાર હાંભળી જે અમે તમારી વસે પરચાર કરયો, તો તમે એને માણસોને નય પણ હાસીન આ પરમેશ્વરનો સંદેશો હમજીને અપનાવ્યો, અને હવે પરમેશ્વરનો આ સંદેશો તમારામા કામ કરે છે, જે ઈસુ મસીહ ઉપર વિશ્વાસ કરો છો.