4 શું આપણને ખાવા-પીવાનો અધિકાર નથી?
મારગ હારું જોળી, બબ્બે ઝભ્ભા, જોડા કે, લાકડી પણ લેતા નય, કેમ કે, મજુરને પોતાનું ખાવાનું મળવું જોયી.
ઈ જ ઘરમાં મેમાન બનીને રયો, અને એની પાહેથી જે કાય મળે, ઈ ખાતા-પીતા રયો કેમ કે, મજુર એની મજુરીને લાયક છે; તમે એક ઘરેથી બીજા ઘરે જાતા નય.
મે કોયનાં હોના, સાંદી કે લુંગડાની લાલચ નથી કરી.
જે લોકો મારા ગમાડેલા ચેલા થાવાનો અધિકાર ઉપર દાવો કરે છે, એની હાટુ આ મારો જવાબ છે.
મસીહ સંદેશાનું શિક્ષણ લેતા માણસે પોતાના શિક્ષકને બધીય હારી બાબતોમાંથી હિસ્સો આપવો જોયી.
અમે મસીહના ગમાડેલા ચેલાઓ હોવા છતાં પણ અમે નતો માણસોથી, નતો તમારીથી, અને નતો કોય બીજા લોકોથી, માન ઈચ્છતા હતા.
હે મારા વાલા વિશ્વાસી ભાઈઓ અને બહેનો, તમને અમારી કઠણ મેનત યાદ હશે કે, તમને અમારી જરૂરીયાતોનું ધ્યાન નો રાખવું પડે ઈ હાટુ અમે રાત દિવસ કામ ધધો કરતાં તમારી વસે પરમેશ્વરનાં હારા હમાસારનો પરચાર કરયો.