પણ મે તેઓને કીધું કે, રોમી સરકારનો એવો નિયમ છે કે, કોય માણસને સજા આપતા પેલા, આરોપ લગાડનારો હામે ઉભો રેય અને જેની ઉપર આરોપ લગાડવામાં આવ્યો છે એને હામો જવાબ દેવાનો મોકો મળવો જોયી.
જો બીજા લોકો એવું માનતા નથી કે, હું પરભુ ઈસુનો ગમાડેલો ચેલો છું, તો તમને ભાઈઓને એવું માનવું જોયી કેમ કે, હું ઈ જ છું જે તમારી પાહે હારા હમાસાર લયને આવ્યો હતો. પરભુ ઈસુમાં તમારો વિશ્વાસ ઈ સાબીત કરે છે કે, હું ખરેખર એનો ગમાડેલો ચેલો છું.
ઈ હાટુ હું તમને આ વાતો લખી રયો છું, એનાથી પેલા કે, હું તમારી પાહે આવું જેથી તમને સજા આપી મને મારા અધિકારોને દેખાડવાની જરુરનો પડે જે પરભુએ મને આપ્યુ, કેમ કે હું પોતાના અધિકારનો ઉપયોગ તમારા વિશ્વાસને મજબુત કરવા હાટુ માગું છું; નો તો નાશ કરવા હાટુ.