એક હારા સિપાયની જેમ પરભુ ઈસુ ઉપર વિશ્વાસ કરવા અને એની સેવા કરવા હાટુ કોશિશ કર. અને અનંતકાળનું જીવન મેળવ, જેની હાટુ તને બોલાવવામાં આવ્યો છે, અને બધાય લોકોની હામે તે પરભુ ઈસુ ઉપર વિશ્વાસ કરવાનું હોતન કબુલ કરયુ હતું.
ગવઢાં માણસોને શીખવાડ કે, તેઓ પોતે મનને કાબુમાં રાખનારા હોય, આવી રીતે વ્યવહાર હોવો જોયી જેથી લોકો તેઓને માન આપે, અને હમજદારીથી વ્યવહાર કરનારા, વિશ્વાસમા મજબુત હોવા જોયી, બીજા લોકોને હાસાયથી પ્રેમ કરવો જોયી, અને સહન કરવાની શક્તિ હોવી જોયી.
આશીર્વાદિત છે ઈ માણસ, જે પરીક્ષણોમાં ઉભો રેય છે, કેમ કે, તેઓ પોતાના વિશ્વાસમા સાબિત થયા પછી ઈ અનંતજીવનનો મુગટ પામશે, જેનો વાયદો પરમેશ્વરે ઈ બધાય લોકો હાટુ કરયો છે; જે એને પ્રેમ કરે છે.
આપડે ઈ મહાન વારસાને મેળવવા હાટુ આગળ તરફ જોયી છયી, જે પરમેશ્વરે પોતાના લોકોની હાટુ રાખ્યો છે. એણે તમારી હાટુ સ્વર્ગમા રાખ્યું છે, જ્યાં ઈ બગડી જાતું નથી, કે ખરાબ થાતું નથી કે નાશ થાતું નથી.
અને તમારે ખાલી ઈજ નો જાણવું જોયી કે હમજદારીથી કેવી રીતે વ્યવહાર કરવાનો છે, પણ તમારે પોતાની જાતને હોપી દેવી જોયી, તમારે નો ખાલી પોતાને સંયમિત કરવા જોયી પણ તમારે મુસીબતમાં ધીરજ રાખવી જોયી, અને તમારે નો ખાલી ધીરજ જ રાખવી જોયી પણ તમારે એવી રીતે જીવવું જોયી જે પરમેશ્વરને વફાદાર રયને માન આપે છે.
ઈ દુખોથી બીમાં જે તને મળશે. શેતાન તમારામાથી થોડાકને જેલખાનામાં નાખવાનો છે, જેથી તેઓ તમારી પરીક્ષા કરી હકે. તમે દસ દિવસ હાટુ મોટી મુસીબતોનો અનુભવ કરશો. પણ મારી ઉપર વિશ્વાસ કરવાનું કોયદી છોડતા નય, ભલે તમને મારી નાખવામાં આવે કેમ કે, હું તમને તમારી જીતના ઈનામની જેમ અનંતજીવન આપય.