20 જઈ યહુદીઓની હાટુ હું યહુદી જેવો થયો કે, જેથી યહુદીઓને બસાવું; નિયમની વિષે લોકો હાટુ હું નિયમની આધીન માણસો જેવો થયો કે, જેથી નિયમની આધીન લોકોને બસાવું.
પાઉલની ઈચ્છા હતી કે ઈ એની હારે જાય, અને જે બિનયહુદી લોકો ઈ જગ્યામાં રેતા હતા એને લીધે એણે એની સુનન્ત કરી, કેમ કે, ઈ બધુય જાણતા હતા કે, તિમોથીનો બાપ ગ્રીક દેશનો રેવાસી હતો.
આપડે જાણી છયી કે, શાસ્ત્ર જે કાય કેય છે તેઓને જ કેય છે, જે શાસ્ત્રને આધીન છે ઈ હાટુ જેથી લોકોને બાના બનાવાથી રોકી હકે અને જગતના બધાય લોકો પરમેશ્વરની હામે ગુનાના જવાબદાર છે.