18 ઈ મારી મજુરી છે કે, ઈ શક્ય છે મારી હાટુ પરમેશ્વરનાં હારા હમાસારનો પરચાર કરું કોય મજુરી મેળવ્યા વગર, ભલે જ મારે પોતાના ખીસાના ખરસ હાટુ માગવાનો અધિકાર છે.
જો બીજાઓ તમારી ઉપરનાં ઈ હકનો લાભ લેય છે તો તેઓના કરતાં અમે વધારે હકદાર છયી, તો પણ ઈ હકનો અમે ઉપયોગ કરયો નથી, પણ મસીહના હારા હમાસારને કાય અટકાવરૂપ નો થાય ઈ હાટુ અમે બધાય સહન કરી છયી.
પણ એવો કોય વહીવટ મેં નથી કરયો; મને એવો લાભ મળે ઈ હાટુ હું આ લખુ છું એવું નથી. કેમ કે, કોય મારું અભિમાન કરવાનું કારણ નકામું કરે, એના કરતાં મરવું ઈ મારી હાટુ હારું છે.