જે માણસ આગમભાખીયાને નામે જે આગમભાખીયો માનીને સ્વીકાર કરે છે, ઈ આગમભાખીયા પરમાણે ફળ પામશે; જે ન્યાયી જાણીને ન્યાયીઓનો સ્વીકાર કરે છે, ઈ ન્યાયી પરમાણે ફળ પામશે.
પરભુએ કીધું કે, એક વિશ્વાસી અને બુદ્ધિશાળી ચાકર કોણ છે, શું ઈ જેને ઘરનો માલીક બીજા ચાકરોનું ધ્યાન રાખવા હાટુ કારભારી ઠરાવે છે, જેથી ઈ તેઓને વખતસર ખાવાની વસ્તુઓ આપે?
તો જો હું પરમેશ્વરનાં હારા હમાસારનો પરચાર કરું છું તો એમા અભિમાન હેનું! ઈ તો મને હોપવામાં આવેલી જવાબદારી છે! ધિક્કાર છે મારી જાત ઉપર જો હું પરમેશ્વરનાં હારા હમાસારનો પરચાર નો કરું તો મને અફસોસ છે!
ઈ મારી મજુરી છે કે, ઈ શક્ય છે મારી હાટુ પરમેશ્વરનાં હારા હમાસારનો પરચાર કરું કોય મજુરી મેળવ્યા વગર, ભલે જ મારે પોતાના ખીસાના ખરસ હાટુ માગવાનો અધિકાર છે.
પણ હું તારી સહમતી વગર કાય પણ નો કરી હકયો. હું ઈચ્છું કે, તુ આ મદદ ઈ હાટુ કર કેમ કે, તુ એને કરવા ઈચ્છ છો, ઈ હાટુ નય કે, મે તારા ઉપર આવું કરવા હાટુ ફરજ પાડી.