15 પણ એવો કોય વહીવટ મેં નથી કરયો; મને એવો લાભ મળે ઈ હાટુ હું આ લખુ છું એવું નથી. કેમ કે, કોય મારું અભિમાન કરવાનું કારણ નકામું કરે, એના કરતાં મરવું ઈ મારી હાટુ હારું છે.
“પણ આ નાનાઓમાંથી જેઓ મારી ઉપર વિશ્વાસ કરે છે તેઓમાના એકને જે કોય ઠોકર ખવડાવશે, ઈ કરતાં એના ગળે ઘંટીનો મોટો પડ બંધાય અને એને દરિયાના ઊંડાણમાં ડુબાડી દેય, ઈ એની હાટુ હારૂ છે.”
પણ હું પોતાના જીવને કાય નથી હમજાવતો કે એને વાલો માનું, પણ આ કે હું પોતાની દોડ અને સેવાને પુરી કરું, જે મે પરમેશ્વરની કૃપાથી હારા હમાસાર ઉપર સાક્ષી દેવા હાટુ પરભુ ઈસુથી મેળવી છે.
જો બીજાઓ તમારી ઉપરનાં ઈ હકનો લાભ લેય છે તો તેઓના કરતાં અમે વધારે હકદાર છયી, તો પણ ઈ હકનો અમે ઉપયોગ કરયો નથી, પણ મસીહના હારા હમાસારને કાય અટકાવરૂપ નો થાય ઈ હાટુ અમે બધાય સહન કરી છયી.
ઈ મારી મજુરી છે કે, ઈ શક્ય છે મારી હાટુ પરમેશ્વરનાં હારા હમાસારનો પરચાર કરું કોય મજુરી મેળવ્યા વગર, ભલે જ મારે પોતાના ખીસાના ખરસ હાટુ માગવાનો અધિકાર છે.
હે મારા વાલા વિશ્વાસી ભાઈઓ અને બહેનો, તમને અમારી કઠણ મેનત યાદ હશે કે, તમને અમારી જરૂરીયાતોનું ધ્યાન નો રાખવું પડે ઈ હાટુ અમે રાત દિવસ કામ ધધો કરતાં તમારી વસે પરમેશ્વરનાં હારા હમાસારનો પરચાર કરયો.