14 આવી રીતે પરભુની આજ્ઞા છે કે, તેઓ જે પરમેશ્વરનાં હારા હમાસારનો પરચાર કરે છે, એના દ્વારા પોતાનું ભરણ-પોષણ ઈ લોકોમાંથી મળવું જોયી જે હારા હમાસાર હાંભળે છે.
જો બીજાઓ તમારી ઉપરનાં ઈ હકનો લાભ લેય છે તો તેઓના કરતાં અમે વધારે હકદાર છયી, તો પણ ઈ હકનો અમે ઉપયોગ કરયો નથી, પણ મસીહના હારા હમાસારને કાય અટકાવરૂપ નો થાય ઈ હાટુ અમે બધાય સહન કરી છયી.
તો જો હું પરમેશ્વરનાં હારા હમાસારનો પરચાર કરું છું તો એમા અભિમાન હેનું! ઈ તો મને હોપવામાં આવેલી જવાબદારી છે! ધિક્કાર છે મારી જાત ઉપર જો હું પરમેશ્વરનાં હારા હમાસારનો પરચાર નો કરું તો મને અફસોસ છે!