13 પાક્કી રીતે તમે જાણો છો કે, મંદિરમાં કામો કરનારા માણસોને મંદિરમાંથી પોતાનો નીવેદ મળે છે હાં, જે લોકો બલી સડાવાની જગ્યા ઉપર બલિદાન આપે છે, તેઓ ઈ બલીમાંથી પોતાનો ભાગ મેળવે છે.
ઈઝરાયલ દેશના લોકોના રીવાજોને જોવો, જઈ બધાય લોકો પરમેશ્વરને સડાવેલું નીવેદ ખાય છે તો પરમેશ્વરની પૂજામાં ભાગ લેય છે. આ રીતે જે લોકો મૂર્તિઓને બલિદાન સડાવાવમાં આવેલ નીવેદ ખાય છે, તેઓ પણ ઈ મૂર્તિઓની પૂજામાં ભાગ લેય છે.