12 જો બીજાઓ તમારી ઉપરનાં ઈ હકનો લાભ લેય છે તો તેઓના કરતાં અમે વધારે હકદાર છયી, તો પણ ઈ હકનો અમે ઉપયોગ કરયો નથી, પણ મસીહના હારા હમાસારને કાય અટકાવરૂપ નો થાય ઈ હાટુ અમે બધાય સહન કરી છયી.
ઓ યહુદી નિયમના શિક્ષકો તમને અફસોસ છે! કેમ કે, તમે પરમેશ્વર વિષે જ્ઞાન મેળવી લીધું છે, પણ તમે પોતે એમા જાતા નથી, અને બીજાઓ જે જાય છે એને પણ જાવા દેતા નથી.
આવી રીતે પરભુની આજ્ઞા છે કે, તેઓ જે પરમેશ્વરનાં હારા હમાસારનો પરચાર કરે છે, એના દ્વારા પોતાનું ભરણ-પોષણ ઈ લોકોમાંથી મળવું જોયી જે હારા હમાસાર હાંભળે છે.
પણ એવો કોય વહીવટ મેં નથી કરયો; મને એવો લાભ મળે ઈ હાટુ હું આ લખુ છું એવું નથી. કેમ કે, કોય મારું અભિમાન કરવાનું કારણ નકામું કરે, એના કરતાં મરવું ઈ મારી હાટુ હારું છે.
તો જો હું પરમેશ્વરનાં હારા હમાસારનો પરચાર કરું છું તો એમા અભિમાન હેનું! ઈ તો મને હોપવામાં આવેલી જવાબદારી છે! ધિક્કાર છે મારી જાત ઉપર જો હું પરમેશ્વરનાં હારા હમાસારનો પરચાર નો કરું તો મને અફસોસ છે!
ઈ મારી મજુરી છે કે, ઈ શક્ય છે મારી હાટુ પરમેશ્વરનાં હારા હમાસારનો પરચાર કરું કોય મજુરી મેળવ્યા વગર, ભલે જ મારે પોતાના ખીસાના ખરસ હાટુ માગવાનો અધિકાર છે.
જો બીજા લોકો એવું માનતા નથી કે, હું પરભુ ઈસુનો ગમાડેલો ચેલો છું, તો તમને ભાઈઓને એવું માનવું જોયી કેમ કે, હું ઈ જ છું જે તમારી પાહે હારા હમાસાર લયને આવ્યો હતો. પરભુ ઈસુમાં તમારો વિશ્વાસ ઈ સાબીત કરે છે કે, હું ખરેખર એનો ગમાડેલો ચેલો છું.