10 કે, વિશેષ આપડા હાટુ ઈ એમ કે છે, આપડી હાટુ તો લખ્યું છે કે, જે ખેડે છે ઈ આશા રાખીને ખેડે અને જે કુવળમાંથી અનાજ જુદુ પાડે છે, ઈ ભાગ મેળવવાની આશાથી ઈ કરે.
કેમ કે, બધાય દુખ જે આપણે સહન કરયા ઈ તમારા લાભ હાટુ છે, જેથી વધારેને વધારે લોકોને ખબર પડી જાહે કે, પરમેશ્વર કેટલો કૃપાળુ છે, અને બોવ બધા લોકો એને માન અને મહિમા આપશે.