પણ જો કોય તમને કેય છે કે, “મૂર્તિઓને ઈ નીવેદ સડાવેલું છે,” તો એને નો ખાતા, પોતાની અંતરઆત્મા થી નય, પણ એની બુદ્ધિના કારણે જેણે તમને જાણ કરી હતી કેમ કે, મારી આઝાદીને કોય બીજા માણસની બુદ્ધિ દ્વારા ન્યાય કરવો જોયી નય.
દાખલા તરીકે, તમારો એક ભાઈ તમને એક મૂર્તિની હાટુ મંદિરમાં નીવેદ કરતો દેખાય છે. તમે જાણો છો કે, તેઓનો ઈશ્વર હાસો નથી અને તમે એની પૂજા કરતાં નથી પણ ઈ ભાઈને ઈ વાતનું જ્ઞાન નથી. ઈ હાટુ ઈ પણ ન્યા જાય છે અને નીવેદ કરે છે, પણ ઈ વિસારે છે કે, એવું કરવુ પાપ છે.
જઈ હું ઈ લોકોની હારે હોવ છું જેનો વિશ્વાસ નબળો છે, તો હું એની હામે એક હરખો વ્યવહાર કરું છું, જેથી તેઓને મસીહની વાહે હાલવામાં મદદ કરી હકુ. હવે હું દરેક પરકારના માણસો હાટુ એની જેમ બની ગયો કે, કોયને કોય રીતેથી મારા દરેક પ્રયત્ન દ્વારા કેટલાક લોકોને બસાવી હકુ.
મારે પોતે શરમાયને કેવું પડે છે કે, આપડે આ બધાયની હરખામણીમાં બોવ જ નિર્બળ હતા. પણ જો કોય વાતોમાં અભિમાન કરે છે, તો હું પણ કરય, આ હું મુરખાયની જેમ વાતો કરું છું.
મારા વિશ્વાસી ભાઈઓ અને બહેનો, તમને પરમેશ્વર દ્વારા આઝાદ થાવા હાટુ બોલાવવામાં આવ્યા હતા, ઈ હાટુ હવે તમારે મુસાના શાસ્ત્રનું પાલન કરવાની જરૂરી નથી. પણ પોતાની દેહિક ઈચ્છાઓ પરમાણે કરવા હાટુ હારા અવસર નો બનાવો પણ, પોતાની આઝાદીનો ઉપયોગ પ્રેમથી એક-બીજાની સેવા કરવા હાટુ કરો.
સાવધાન રયો કે, ક્યાક એવુ નો થાય કે, કોય તમને બેકાર અને નકામો જ્ઞાન દ્વારા તમને ફ્સાવીનો દેય, જે માણસોની પરમપરાઓ અને જગતનું શિક્ષણ પરમાણે છે પણ મસીહની પરમાણે નથી.
તમારા હાટુ એવુ કોય નથી જે તમને ઈ કરવાથી રોકી હકે, જે તમે કરવા માગો છો કેમ કે, તમે આપડા પરભુ ઈસુ મસીહ દ્વારા પેલાથી જ સ્વતંત્ર કરી દેવામાં આવ્યા છો. પણ ખરાબ કામ કરવા હાટુ એને એક બાનું નો બનાવો. પણ તમારે પોતાના કામોથી દેખાડવું જોયી કે, તમે હાસીન પરમેશ્વરનાં ચાકર છો.
તેઓ એને કેય છે કે એને જે હારું લાગે એવુ કરવા હાટુ ઈ સ્વતંત્ર છે પણ તમે પોતે ચાકર છો જેને આજ્ઞાનું પાલન કરવુ જોયી. જે કાય પણ એનુ ભુંડુ મગજ એને કરવા હાટુ બતાવે છે. પાક્કી રીતે માણસ એનો ગુલામ હોય છે જે વાત એને કાબૂમા કરે છે.
પણ મને તારા વિષે થોડીક ફરિયાદ છે કેમ કે, તુ એવા લોકોનો વિરોધ નથી કરતો જે ખોટુ શિક્ષણ આપે છે, જેવી રીતેથી આગમભાખીયા બલામે ભૂતકાળમાં આપ્યુ હતુ. બલામે રાજા બાલાકને શિખવાડયુ કે ઈઝરાયલ દેશના લોકોને પાપ કરવા હાટુ લોભાવવા શું કરવુ જોયી. એણે તેઓને શીખવ્યુ કે, મૂર્તિઓને સડાવેલુ નીવેદ ખાવુ અને છીનાળવા કરવા.