7 પણ બધાય માણસોમાં એવું જ્ઞાન નથી; કેટલાક લોકોને હજી હુંધી મૂર્તિની ઓળખાણ હોવાથી એનું સડાવેલું નીવેદ ઈ ખાય છે. અને તેઓનું હૃદય નિર્દોષ હોવાથી ભ્રષ્ટ થાય છે.
પણ તેઓને એક પત્ર લખીને મોકલે, ઈ બતાવવા હાટુ કે, ઈ ખાવાનું નો ખાય જે લોકોએ મૂર્તિઓને સડાવ્યું છે, અને ગળુ દબાવીને મારેલા જનાવરોનું માસ નો ખાતા અને એનુ લોહી પણ નો પિતા.
હું જાણુ છું અને પરભુ ઈસુ તરફથી મને પુરી ખાતરી થય છે કે, કોય પણ ખાવાની વસ્તુ જાતે અશુદ્ધ નથી, જો કોય માણસ એમ માંને કે, અમુક ખાવાની વસ્તુ અશુદ્ધ છે, તો ઈ ખાવાની વસ્તુ એની હાટુ અશુદ્ધ બની જાય છે.
પણ મારા ભાઈઓ અને બહેનો, હું પોતે પણ તમારા વિષે પાકુ જાણું છું કે, તમે પણ પોતે જ ભલાયથી ભરેલા અને તમે પુરી રીતે જાણો છો કે, તમારે શું કરવુ જોયી અને એક-બીજાને પ્રોત્સાહિત પણ કરી હકો છો.
તો પછી, હું નીવેદ ખાવાના વિષે સવાલનો જવાબ દેવા માગું છું અમે જાણી છયી કે, મૂર્તિઓ જગતમાં કાય નથી પણ ખાલી એક જ હાસા પરમેશ્વર સિવાય બીજો કોય પરમેશ્વર નથી.
હે મારા વાલા વિશ્વાસી ભાઈઓ અને બહેનો, અમે તમને વિનવણી કરી છયી એવા લોકોને સેતવણી આપો જે આળસુ છે અને બીય ગયેલાઓને હિંમત આપો, અને જે વિશ્વાસમા નબળા છે એઓની મદદ કરો, અને બધાયની હારે ધીરજ રાખીને વ્યવહાર કરો.