Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




1 કરિંથીઓને પત્ર 8:4 - કોલી નવો કરાર

4 તો પછી, હું નીવેદ ખાવાના વિષે સવાલનો જવાબ દેવા માગું છું અમે જાણી છયી કે, મૂર્તિઓ જગતમાં કાય નથી પણ ખાલી એક જ હાસા પરમેશ્વર સિવાય બીજો કોય પરમેશ્વર નથી.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




1 કરિંથીઓને પત્ર 8:4
33 ပူးပေါင်းရင်းမြစ်များ  

ઈસુએ જવાબ દીધો કે, “વધારે ખાસ આજ્ઞા ઈ છે, ઓ ઈઝરાયલ દેશના લોકો હાંભળો, પરભુ જ ખાલી પરમેશ્વર જેનું આપડે ભજન કરી છયી ઈ પરભુ એક જ છે.


“હે લોકો તમે શું કરો છો? અમે તો તમારી હામે સુખ દુખ ભોગવનારા માણસો છયી, અને તમને હારા હમાસાર હંભળાવી છયી કે, તમે આ ખરાબ વસ્તુઓથી અલગ થયને જીવતા પરમેશ્વરની પાહે આવો, જેણે આભ, ધરતી, દરિયો, અને જે કાય એમાનું છે ઈ બધુય બનાવ્યું.


પણ તેઓને એક પત્ર લખીને મોકલે, ઈ બતાવવા હાટુ કે, ઈ ખાવાનું નો ખાય જે લોકોએ મૂર્તિઓને સડાવ્યું છે, અને ગળુ દબાવીને મારેલા જનાવરોનું માસ નો ખાતા અને એનુ લોહી પણ નો પિતા.


તમે જોતા અને હાંભળો છો કે ખાલી એફેસસ શહેરમાં જ નય, પણ આસિયા પરદેશના બધાય ગામોમાં આ કયને, આ પાઉલે બોવ લોકોને હંમજાવ્યા અને ભરમાંવ્યા પણ છે કે, માણસોના હાથે બનેલી આ મૂર્તિઓમાં પરમેશ્વર નથી.


હવે મૂર્તિઓને ધરેલા નીવેદ વિષે અમે જાણી છયી કે, આપડે બધાયને જ્ઞાન છે; તોય જ્ઞાન અભિમાન ઉત્પન કરે છે, પણ પ્રેમથી વધારો થાય છે.


દાખલા તરીકે, તમારો એક ભાઈ તમને એક મૂર્તિની હાટુ મંદિરમાં નીવેદ કરતો દેખાય છે. તમે જાણો છો કે, તેઓનો ઈશ્વર હાસો નથી અને તમે એની પૂજા કરતાં નથી પણ ઈ ભાઈને ઈ વાતનું જ્ઞાન નથી. ઈ હાટુ ઈ પણ ન્યા જાય છે અને નીવેદ કરે છે, પણ ઈ વિસારે છે કે, એવું કરવુ પાપ છે.


જેમ તમે જાણો છો જે વિશ્વાસીનો વિશ્વાસ નબળો છે, તે ભાઈનો નાશ થાય, જેના હાટુ મસીહ મરયો.


જઈ તમે પરમેશ્વરને નોતા જાણતા, ઈ વખતે તમે એના ચાકર હતા, જે ખરેખર પરમેશ્વર જ નથી.


અને એક જ પરમેશ્વર છે જે આપડા બધાય લોકોનો બાપ છે, ઈ બધાય ઉપર અને બધાયમાં પરભુ છે અને ઈ આપડા બધાયમાં છે.


હવે અનંતકાળનો રાજા, જેનો કોય દિ વિનાશ થાતો નથી, જે દેખાતો નથી, અને ખાલી એક જ પરમેશ્વર છે એને અનંતકાળ માન અને મહિમા હોય, આમીન.


કેમ કે, ખાલી એક જ પરમેશ્વર છે, અને પરમેશ્વર વધારે લોકોને મેળવનારો એક જ મધ્યસ્થી છે અને ઈ ઈસુ મસીહ છે, જે પોતે માણસોની મધ્યમાં પેદા થયો.


ઈ એક જ હાસો પરમેશ્વર છે. પરભુ ઈસુ મસીહે આપડી હાટુ જે કરયુ છે, એના દ્વારા એણે આપણને બસાવ્યા છે પરમેશ્વર મહિમામય, મહાન અને શક્તિશાળી હતો અને એણે વખતની શરુઆત પેલા મહાન અધિકારથી રાજ્ય કરયુ, ઈ હજીય એવો જ છે અને સદાય હાટુ એવો જ રેહે. આમીન.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ