પણ તેઓને એક પત્ર લખીને મોકલે, ઈ બતાવવા હાટુ કે, ઈ ખાવાનું નો ખાય જે લોકોએ મૂર્તિઓને સડાવ્યું છે, અને ગળુ દબાવીને મારેલા જનાવરોનું માસ નો ખાતા અને એનુ લોહી પણ નો પિતા.
તમે કય હકો છો, બધી વસ્તુઓ મારે કરવા હાટુ રજા છે કેમ કે, હું એક વિશ્વાસી છું, પણ બધી વસ્તુઓ તો લાભની નથી, બધી વસ્તુઓ મારે કરવા હાટુ રજા છે પણ હું કોય પણ વસ્તુનો દાસ બનય નય,
જો બીજાઓ તમારી ઉપરનાં ઈ હકનો લાભ લેય છે તો તેઓના કરતાં અમે વધારે હકદાર છયી, તો પણ ઈ હકનો અમે ઉપયોગ કરયો નથી, પણ મસીહના હારા હમાસારને કાય અટકાવરૂપ નો થાય ઈ હાટુ અમે બધાય સહન કરી છયી.