Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




1 કરિંથીઓને પત્ર 8:1 - કોલી નવો કરાર

1 હવે મૂર્તિઓને ધરેલા નીવેદ વિષે અમે જાણી છયી કે, આપડે બધાયને જ્ઞાન છે; તોય જ્ઞાન અભિમાન ઉત્પન કરે છે, પણ પ્રેમથી વધારો થાય છે.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




1 કરિંથીઓને પત્ર 8:1
35 ပူးပေါင်းရင်းမြစ်များ  

તો હવે તમે કેમ પરમેશ્વરની પરીક્ષા કરો છો, અને કેમ બિનયહુદી વિશ્વાસી લોકો ઉપર આપડો યહુદી નિયમ અને રીત રીવાજનું પાલન કરવાનું ભાર નાખો છો. જેને આપડા બાપ-દાદા અને આપડે માની હક્તા નથી?


એટલે કે, તમારે આ નીવેદ ખાવું નય, જે લોકોએ મૂર્તિઓને સડાવ્યું છે, અને છીનાળવા નો કરવા અને ગળુ દબાવીને મરેલા જનાવરોનું માસ ખાવું નય અને એનુ લોહી પીવું નય. એનાથી છેટા રયો તો તમારુ ભલું થાહે. તમે કુશળ થાવ.”


પણ ઈ બિનયહુદીઓ વિષે જેઓએ વિશ્વાસ કરયો છે, આપડે આ ઠરાવને લખી મોકલ્યો છે કે, તેઓ ઈ નીવેદ નો ખાય જે લોકોએ મૂર્તિઓને સડાવ્યું છે, અને ગળુ દબાવીને મારેલા જનાવરનું માસ નો ખાતા અને એનુ લોહી પણ નો પીતા અને છીનાળવા નો કરતાં, અને આવા કામોથી આઘા રેજો.


કેમ કે, મારા વિશ્વાસી ભાઈઓ અને બહેનો, તમે પોતાને બુદ્ધિમાન નો હમજો, ઈ હાટુ મારી ઈચ્છા નથી કે, આ ભેદ વિષે તમે અજાણ્યા રયો કે, બિનયહુદીઓની સંપૂર્ણતા અંદર આવે ન્યા હુધી ઈઝરાયલ દેશને કઠીનતા થય છે.


અંદરો-અંદર એક મનના થાવ; અભિમાન નો કરો, પણ સામાન્ય લોકો હારે સંગત રાખો. તમે જ બુદ્ધિમાન સો એવુ નો હંમજો.


તો તારા ભાઈનો ન્યાય તું હુકામ કરશો? કા, તું તારા ભાઈનો નકાર હુકામ કરશો? આપડે બધાયે પરમેશ્વરનાં ન્યાયાસન હામે ઉભા રેવાનું છે.


હું જાણુ છું અને પરભુ ઈસુ તરફથી મને પુરી ખાતરી થય છે કે, કોય પણ ખાવાની વસ્તુ જાતે અશુદ્ધ નથી, જો કોય માણસ એમ માંને કે, અમુક ખાવાની વસ્તુ અશુદ્ધ છે, તો ઈ ખાવાની વસ્તુ એની હાટુ અશુદ્ધ બની જાય છે.


એટલે આપડે ઈ વાતોનો પ્રયત્ન કરી, ઈ હાટુ આપડે સદાય ઈ જ કરવાની કોશિશ કરવી જોયી જે શાંતિનું કારણ બને છે, અને એક-બીજાનો વિશ્વાસી લોકોનો વિશ્વાસ વધું મજબુત કરી.


જે વિશ્વાસ તને છે ઈ તારા પોતાના પરમેશ્વરની હામે રાખ. પોતાને જે વ્યાજબી લાગે છે, ઈ બાબતમાં જે પોતાને ગુનેગાર માનતો નથી ઈ આશીર્વાદિત છે.


અને જે કોય બધીય વસ્તુ ખાય એને તુચ્છ નો ગણો, અને જે કોય બધીય વસ્તુ નથી ખાતો એનો ન્યાય કરવો નય; કેમ કે, જે બધુય ખાય છે અને જે બધુય નથી ખાતો, પરમેશ્વર બેયને અપનાવે છે.


પણ મારા ભાઈઓ અને બહેનો, હું પોતે પણ તમારા વિષે પાકુ જાણું છું કે, તમે પણ પોતે જ ભલાયથી ભરેલા અને તમે પુરી રીતે જાણો છો કે, તમારે શું કરવુ જોયી અને એક-બીજાને પ્રોત્સાહિત પણ કરી હકો છો.


કેમ કે, ઈસુ મસીહની હારેના સબંધને લીધે તમે જ્ઞાન અને સ્વભાવથી બધાય પરકારની હમજણમાં આશીર્વાદ મેળવ્યા છે.


હું તમને લોકોને હમજદાર હંમજીને આ કય રયો છું તમે પોતે મારી વાતો ઉપર વિસાર કરો.


પણ જો કોય તમને કેય છે કે, “મૂર્તિઓને ઈ નીવેદ સડાવેલું છે,” તો એને નો ખાતા, પોતાની અંતરઆત્મા થી નય, પણ એની બુદ્ધિના કારણે જેણે તમને જાણ કરી હતી કેમ કે, મારી આઝાદીને કોય બીજા માણસની બુદ્ધિ દ્વારા ન્યાય કરવો જોયી નય.


વિશ્વાસી ભાઈઓ અને બહેનો, આ બાબતોની વિષે એક બાળકની જેમ વિસારવાનું બંધ કરો, જઈ ઈ ખરાબની વાતો આવે છે તઈ બાળકોની જેમ નિર્દોષ રયો, અને આ રીતેની બાબતોને હંમજવામાં હમજુ થાવ.


જાગરૂત થાવ, ન્યયીપણાથી જીવો અને પાપ કરવુ નય; કેમ કે, ઘણાય લોકો પરમેશ્વર વિષે અજ્ઞાની છે; આવું હું તમને શરમાવા હાટુ કવ છું.


મસીહ હાટુ અમે લોકો મુરખ પણ તમે મસીહમાં બુદ્ધિશાળી છો! અમે નબળા પણ તમે શક્તિશાળી છો! અને તમે માન પામનારા અને અમે અપમાન પામનારા થયા છયી.


તમારી વસમા કેટલાક લોકો વિસારે છે કે, હું તમને મળવા નય આવું, અને ઈ હાટુ તેઓ અભિમાની થય ગયા છે.


મારા વાલા વિશ્વાસી ભાઈઓ અને બહેનો! મેં ઈ વાતો તમારી હાટુ દાખલા તરીકે મને પોતાના અને આપોલસને લાગુ કરવામાં આવી છે, જેથી તમે અમારાથી એવું શીખો કે, જે લખવામાં આવ્યું છે, એની હદ બારે જાવું નય અને એકનાં પક્ષમાં રયને બીજાની વિરુધ કોય અભિમાન કરવુ નય.


તમને આ વાતોથી શરમ અને દુખ થાવુ જોયી અને જે માણસે કરેલ છે એને મંડળીમાંથી કાઢી મુકવો જોયી, પણ એના બદલે તમે ગર્વ અનુભવો છો.


તમે અભિમાન રાખો છો ઈ હારું નથી. શું તમે ઈ જાણતા નથી કે થોડુંક ખમીર આખા લોટને ફુલાવી નાખે છે.


જો તમારામાંથી કોય એમ વિસારે કે, ઈ કાક જાણે છે તો ઈ ખરેખર કાય જાણતો નથી જેમ ઈ જાણવા માગે છે.


તો પછી, હું નીવેદ ખાવાના વિષે સવાલનો જવાબ દેવા માગું છું અમે જાણી છયી કે, મૂર્તિઓ જગતમાં કાય નથી પણ ખાલી એક જ હાસા પરમેશ્વર સિવાય બીજો કોય પરમેશ્વર નથી.


પણ બધાય માણસોમાં એવું જ્ઞાન નથી; કેટલાક લોકોને હજી હુંધી મૂર્તિની ઓળખાણ હોવાથી એનું સડાવેલું નીવેદ ઈ ખાય છે. અને તેઓનું હૃદય નિર્દોષ હોવાથી ભ્રષ્ટ થાય છે.


આપડે બધાય જે મસીહ ઉપર વિશ્વાસ કરી છયી, એના દેહના અંગોની જેમ છે. જેવી રીતે એક માણસનો દેહ એના બધાય હાંધા દ્વારા એક-બીજાથી જોડાયેલા રેય છે અને જઈ દેહનો દરેક અંગ હારી રીતે કામ કરે છે, તો દેહ વધે છે અને મજબુત થાય છે, એવી જ રીતે જઈ આપડામાંથી દરેક ઈ કામને કરે છે, જે મસીહે આપણને આપ્યુ છે; તો આપડે મજબુત બનશું અને ડાયા થાહુ અને એક-બીજાને હજી વધારે પ્રેમ કરશું.


કોય પણ તમને પોતાની જાત અપમાનિત કરવાથી અને સ્વર્ગદુતોનું ભજન કરવા દ્વારા તમને ઈનામથી છેતરી નો લેય, એવો માણસ દર્શનની વાતોમાં લાગેલો રેય છે. અને એની જગતની હમજણ એને કોય પણ કારણ વગરનું અભિમાની બનાવી દેય છે.


પણ મને તારા વિષે થોડીક ફરિયાદ છે કેમ કે, તુ એવા લોકોનો વિરોધ નથી કરતો જે ખોટુ શિક્ષણ આપે છે, જેવી રીતેથી આગમભાખીયા બલામે ભૂતકાળમાં આપ્યુ હતુ. બલામે રાજા બાલાકને શિખવાડયુ કે ઈઝરાયલ દેશના લોકોને પાપ કરવા હાટુ લોભાવવા શું કરવુ જોયી. એણે તેઓને શીખવ્યુ કે, મૂર્તિઓને સડાવેલુ નીવેદ ખાવુ અને છીનાળવા કરવા.


પણ, હું તમારા દ્વારા કરવામા આવી રહેલી થોડીક વસ્તુઓ ઉપર ગુસ્સે છું, રાણી ઈઝબેલ જે ઘણાય વખત પેલા રેતી હતી, એના જેવી એક બાય તમારી વસે છે, ઈ પોતાની જાતને આગમભાખી કેય છે પણ મારા વિશ્વાસીઓને ખોટુ શિક્ષણ આપે છે, ઈ એને છીનાળવા કરવાનું અને મૂર્તિઓને સડાવેલ નીવેદ ખાવાનું શિક્ષણ આપે છે.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ