પણ જો તું લગન કરે, તો તું પાપ નથી કરતો; અને જો કુંવારી છોકરી લગન કરે તો ઈ પાપ કરતી નથી; જો કે લગન કરવાથી જીવનમાં ઘણી બધી મુશ્કેલીઓ પડશે પણ હું તમારી ઉપર દયા રાખીને તમારો બસાવ કરવા માગું છું.
જો કોય એમ વિસારે છે કે, ઈ પોતાની દીકરીના લગનમાં વાર લગાડવા દ્વારા એની હારે અન્યાય કરી રયા છે કેમ કે, એની ઉમર થય રય છે, ઈ એમ જ કરે, જે ઈ હાસુ હંમજે છે ઈ એને લગન કરવા દેય. ઈ કોય પાપ નથી.
જ્યાં હુધી કોય બાયનો ધણી જીવે છે, ન્યા હુધી એની હારે જ રેવું જોયી, અને જો જઈ એનો ધણી મરી જાય, તો ગમે એની હારે લગન કરી હકે છે, પણ ઈ પરભુમાં વિશ્વાસ કરનારો હોવો જોયી.