7 હું તો ઈચ્છું છું કે, બધાય માણસો મારી જેવા લગન કરયા વગરના રેય, પણ પરમેશ્વર કેટલાક લોકોને લગન કરવાનું વરદાન આપે છે અને બીજા લોકોને લગન કરયા વગર રેવાનું વરદાન આપે છે.
પાઉલે કીધું કે, “પરમેશ્વરથી મારી પ્રાર્થના આ છે કે શું થોડાકમાં જ, શું બોવમાં, ખાલી તુ જ નય, પણ જેટલા લોકો આજ મારું હાંભળે છે, મારી ઈચ્છા છે કે, તમે બધાય મારી જેમ મસીહ બનશો, પણ એક કેદીના રૂપમાં નય.”
અને આપણને જે કૃપા આપવામાં આવી છે, ઈ પરમાણે જે આપણને જુદા-જુદા વરદાનો મળ્યા છે. એથી જો બોધ કરવાનું વરદાન મળ્યુ હોય તો પોતાના વિશ્વાસ પરમાણે એને બોધ કરવો જોયી.
પણ એવો કોય વહીવટ મેં નથી કરયો; મને એવો લાભ મળે ઈ હાટુ હું આ લખુ છું એવું નથી. કેમ કે, કોય મારું અભિમાન કરવાનું કારણ નકામું કરે, એના કરતાં મરવું ઈ મારી હાટુ હારું છે.