પણ હું તમને કવ છું, કે “છીનાળવાના કારણ વગર બીજા કોય કારણને લીધે જે કોય પોતાની બાયડીને મુકીને બીજી બાય હારે લગન કરે, તો ઈ છીનાળવા કરે છે; અને જો કોયે મુકી દીધેલી બાય હારે લગન કરે તો ઈ હોતન છીનાળવા કરે છે.”
કેમ કે આ દિવસો દરમિયાન દરેક જગ્યાએ વિશ્વાસીયો હાટુ મુશ્કેલીઓ થાય છે, મને લાગે છે કે, તમારી હાટુ એવું કરવુ હારું છે લગન નો કરેલા લોકોને હું ઈ સલાહ આપું છું કે, તેઓ લગન કરયા વગરના જ રેય.
પણ જો આ માણસે પોતાના હ્રદયમાં પોતાની ઈચ્છા પરમાણે ઈ દઢ ફેસલો કરી લીધો હોય કે, એની દીકરી હાટુ લગન નો કરાવવા ઈ હારું છે, અને કોય પણ એને લગન કરવા હાટુ મજબુર નથી કરતો, તો એની પાહે પોતાની ઈચ્છા પરમાણે લગન નય કરાવવાનો અધિકાર છે, અને ઈ પરમેશ્વરની નજરમાં હજી વધારે હારું કામ કરે છે.
જ્યાં હુધી કોય બાયનો ધણી જીવે છે, ન્યા હુધી એની હારે જ રેવું જોયી, અને જો જઈ એનો ધણી મરી જાય, તો ગમે એની હારે લગન કરી હકે છે, પણ ઈ પરભુમાં વિશ્વાસ કરનારો હોવો જોયી.