કેમ કે કેટલાક પાવૈયા છે કે, જેઓ પોતાની માંથી જ એવા જન્મેલાં છે કે, કેટલાક એવા છે કે, જેઓને માણસોએ પાવૈયા બનાવ્યા છે; વળી કેટલાક એવા છે કે, જેઓએ સ્વર્ગના રાજ્યને લીધે પોતાની જાતને જ પાવૈયા કરયા છે. જે અપનાવી હકે છે, ઈ આ વાત અપનાવે છે.”
એટલે સાવધાન રયો, ક્યાક એવુ નો હોય કે, તમારુ મન વધારે ખાવા પીવામાં, અને સાખેલા અને આ દુનિયાની બધીય સીન્તા નો કરો, અને ઈ દિવસે તમારે ગળા પાહો ખાધા જેવુ નો થાય.
જે કાંટાવાળા જાળામાં પડેલા છે, ઈ એવા બી છે કે, જેઓએ વચન હાંભળ્યું, પણ જગતની ઉપાદી અને માલ-મિલકત પ્રત્યેની માયા અને સુખશાંતિમાં ફસાય જાય છે, અને તેઓ એવું કામ નથી કરતાં જે પરમેશ્વર તેઓથી ઈચ્છે છે.
પણ જો તું લગન કરે, તો તું પાપ નથી કરતો; અને જો કુંવારી છોકરી લગન કરે તો ઈ પાપ કરતી નથી; જો કે લગન કરવાથી જીવનમાં ઘણી બધી મુશ્કેલીઓ પડશે પણ હું તમારી ઉપર દયા રાખીને તમારો બસાવ કરવા માગું છું.
જો કોય એમ વિસારે છે કે, ઈ પોતાની દીકરીના લગનમાં વાર લગાડવા દ્વારા એની હારે અન્યાય કરી રયા છે કેમ કે, એની ઉમર થય રય છે, ઈ એમ જ કરે, જે ઈ હાસુ હંમજે છે ઈ એને લગન કરવા દેય. ઈ કોય પાપ નથી.
ઈ હાટુ, વિશ્વાસી ભાઈઓ અને બહેનો, જે-જે વાતુ હાસી છે, અને જે-જે વાતો માન આપવાને લાયક છે, અને જે-જે વાતો ન્યાયી છે, જે-જે વાતો પવિત્ર છે, અને જે-જે વાતો હારી છે, અને જે-જે વાતો વખાણ કરવામા આવે છે, જેમ કે, જે પણ બોવ હારી અને માનનીય છે, ઈ બાબતો વિષે વિસાર કરો.