32 મારી ઈચ્છા છે કે, તમે જગતના જીવનની નાશવંત બાબતોથી મુક્ત રયો. જે લગન કરયા વગરના છે, ઈ પરમેશ્વરની સેવા કેમ કરે ઈ વાતોની સીંતા કરે છે. ઈ પરભુને રાજી કરવા માગે છે.
જે કાંટાવાળી જાળાઓમાં જે બી પડયું ઈ જ ઈ છે કે, જે વચન હાંભળે છે પણ આ જગતની ઉપાદી અને માલ-મિલકત પ્રત્યેની માયા વચનને દબાવી દેય છે, આવી વાતોને લીધે માણસ પરમેશ્વરનાં વચનને ભુલી જાય છે, અને તેઓ એવું કામ નથી કરતાં જે પરમેશ્વર તેઓથી ઈચ્છે છે.
પણ તેઓ રૂપીયાવાળા થાવા માગે છે અને તેઓ ઈચ્છે છે કે, તેઓની પાહે ઘણીય બધીય વસ્તુઓ હોય. ઈ હાટુ તેઓ ખાલી જે તેઓની પાહે છે ઈ વિષે સીન્તા કરે છે અને તેઓ પરમેશ્વરનાં વચનને ભુલી જાય છે અને તેઓ હારું કામ નથી કરતાં જે પરમેશ્વર તેઓથી ઈચ્છે છે.
આ રંડાયેલ બાયુ જેની પાહે પોતાની જરૂરિયાતો, દેખરેખ અને મદદ કરવા હાટુ કોય નથી, ઈ પરમેશ્વર ઉપર જ આશા રાખે છે, અને રાત દિવસ વિનવણી અને પ્રાર્થનામાં પરમેશ્વર પાહેથી પોતાની હાટુ મદદ માગે છે.