30 જે લોકો રોવે છે કા લોકો રાજી છે કા જે લોકો પોતાની હાટુ વસ્તુ વેસાતી લેય છે તેઓને આ બધી વસ્તુઓના વિષે વધારે સીંતા નો કરવી જોયી કેમ કે, આ બધીય વાતુંથી તમે પરભુની સેવા કરવાનું ભુલી જાહો.
પણ ઈબ્રાહિમે એને કીધું કે, દીકરા યાદ કર, જઈ તુ જીવતો હતો, તઈ તારી પાહે હરખાય હતી, પણ લાજરસના જીવનમાં તો બધુય જ ખરાબ હતું, પણ હવે લાજરસ આયા દિલાસો પામે છે, અને તુ પીડા ભોગવે છે.
આશીર્વાદિત તેઓ છે જે ન્યાયપણાનું જીવન જીવવાની ઈચ્છા રાખે છે કેમ કે, પરમેશ્વર તેઓની ઈચ્છા પુરી કરશે, અને આશીર્વાદિત છે તેઓ જે હમણાં રોવે છે કેમ કે, તેઓ દાત કાઢશે.
તુ એને નક્કી વધારે પીડા અને દુખ દેવડાવય જે એના મોજ-શોખના જીવન અને એના પાપ હાટુ અભિમાન બરાબર છે. એણે પોતાને કીધું કે, “હું એક રાણીની જેમ લોકો ઉપર રાજ કરય, હું કાય રંડાયેલ નથી અને હું દુખનો અનુભવ નથી કરતી.”
કેમ કે, ઘેટાનું બસુ જે રાજગાદીની વસે છે, ઈ તેઓની હંભાળ કરશે, એવી જ રીતે જેમ એક ભરવાડ પોતાના ઘેટાઓની હંભાળ કરે છે અને એને પીવા હાટુ તાજા જીવંત પાણીના ઝરણા પાહે લય જાહે, જે લોકોને જીવન આપે છે, અને પરમેશ્વર એની આખુંથી બધાય આહુડા લુહી નાખશે.”