28 પણ જો તું લગન કરે, તો તું પાપ નથી કરતો; અને જો કુંવારી છોકરી લગન કરે તો ઈ પાપ કરતી નથી; જો કે લગન કરવાથી જીવનમાં ઘણી બધી મુશ્કેલીઓ પડશે પણ હું તમારી ઉપર દયા રાખીને તમારો બસાવ કરવા માગું છું.
પણ હું તમને કવ છું, કે “છીનાળવાના કારણ વગર બીજા કોય કારણને લીધે જે કોય પોતાની બાયડીને મુકીને બીજી બાય હારે લગન કરે, તો ઈ છીનાળવા કરે છે; અને જો કોયે મુકી દીધેલી બાય હારે લગન કરે તો ઈ હોતન છીનાળવા કરે છે.”
કેમ કે આ દિવસો દરમિયાન દરેક જગ્યાએ વિશ્વાસીયો હાટુ મુશ્કેલીઓ થાય છે, મને લાગે છે કે, તમારી હાટુ એવું કરવુ હારું છે લગન નો કરેલા લોકોને હું ઈ સલાહ આપું છું કે, તેઓ લગન કરયા વગરના જ રેય.