કેમ કે આ દિવસો દરમિયાન દરેક જગ્યાએ વિશ્વાસીયો હાટુ મુશ્કેલીઓ થાય છે, મને લાગે છે કે, તમારી હાટુ એવું કરવુ હારું છે લગન નો કરેલા લોકોને હું ઈ સલાહ આપું છું કે, તેઓ લગન કરયા વગરના જ રેય.
પણ જો તું લગન કરે, તો તું પાપ નથી કરતો; અને જો કુંવારી છોકરી લગન કરે તો ઈ પાપ કરતી નથી; જો કે લગન કરવાથી જીવનમાં ઘણી બધી મુશ્કેલીઓ પડશે પણ હું તમારી ઉપર દયા રાખીને તમારો બસાવ કરવા માગું છું.