26 કેમ કે આ દિવસો દરમિયાન દરેક જગ્યાએ વિશ્વાસીયો હાટુ મુશ્કેલીઓ થાય છે, મને લાગે છે કે, તમારી હાટુ એવું કરવુ હારું છે લગન નો કરેલા લોકોને હું ઈ સલાહ આપું છું કે, તેઓ લગન કરયા વગરના જ રેય.
પણ જો તું લગન કરે, તો તું પાપ નથી કરતો; અને જો કુંવારી છોકરી લગન કરે તો ઈ પાપ કરતી નથી; જો કે લગન કરવાથી જીવનમાં ઘણી બધી મુશ્કેલીઓ પડશે પણ હું તમારી ઉપર દયા રાખીને તમારો બસાવ કરવા માગું છું.
અને પરભુનો વખત આવી ગયો છે એવુ કેનારાથી તમારા મનમા વિશ્વાસ કરીને ગભરાય જાતા નય, તેઓ એમ કેહે કે, અમને આગમવાણીથી, શિક્ષણ અને લખેલા પત્ર દ્વારા દર્શન થયુ છે, જેમ કે, માની લ્યો કે ઈ અમારી તરફથી હોય.
હું આ ઈ હાટુ કય રયો છું કેમ કે, હવે વખત આવી ગયો છે કે, પરમેશ્વર લોકોનો ન્યાય કરવાનું શરુ કરે અને પેલા ઈ લોકોનો ન્યાય કરશે જે એના છે કેમ કે, ઈ પેલા આપડે વિશ્વાસીઓનો ન્યાય કરશે, એવી ભયાનક વસ્તુઓની વિષે વિસારો જે ઈ લોકોની હારે થાહે, જે હારા હમાસારનું પાલન નથી કરતાં જે એનાથી આવે છે.