25 હવે કુવારીઓના વિષે મને પરભુ તરફથી કોય આજ્ઞા મળી નથી, પણ કેમ કે હું પરમેશ્વરની દયાના કારણે પરમેશ્વરનાં વિશ્વાસુ લોકોમાંથી એક છું, હું પોતાની સલાહ આપું છું જે વિશ્વાસ લાયક છે.
પણ હું જે છું ઈ પરમેશ્વરની કૃપાથી છું; મારી ઉપર એની જે કૃપા છે ઈ કારણ વગર થય નથી, પણ તેઓ બધાય કરતાં મેં વધારે મેનત કરી; મેં તો નય પણ પરમેશ્વરની જે કૃપા મારી ઉપર છે ઈ દ્વારા હતી.
હવે હું થોડાક વિશ્વાસીઓથી વાત કરી રયો છું જે લોકોએ એવા લોકોથી લગન કરયા છે જે વિશ્વાસી નથી, જે કોય સાથી વિશ્વાસીની બાયડી વિશ્વાસી હોય નય, ઈ બાય એની હારે જીવન જીવવા હાટુ રાજી છે. તો ધણીને પોતાની બાયડીને છુટાછેડા આપવા નય.
પણ જો તું લગન કરે, તો તું પાપ નથી કરતો; અને જો કુંવારી છોકરી લગન કરે તો ઈ પાપ કરતી નથી; જો કે લગન કરવાથી જીવનમાં ઘણી બધી મુશ્કેલીઓ પડશે પણ હું તમારી ઉપર દયા રાખીને તમારો બસાવ કરવા માગું છું.
એમ જ પવણેલી અને કુંવારીઓમાં પણ જુદુ છે. જેણે લગન કરેલી નથી ઈ બાયઓ પરભુની વાતોની કાળજી રાખે છે કે, ઈ દેહમાં અને આત્મામાં પવિત્ર થાય; પણ પવણેલીઓ જગતની સીંતા કરે છે કે, ધણીને કેવી રીતે રાજી રાખવો.
કેમ કે, આપડે બધાય ઈ લોકોની જેમ નથી જે રૂપીયા હાટુ પરમેશ્વરનાં વચનનો પરચાર કરી છયી, પણ આપડે પરમેશ્વરનાં વચનનો પરચાર હાસાય અને મસીહના અધિકારથી કરી છયી, આ જાણતા હોવા છતા પરમેશ્વર આપણને જોય રયા છે.