પણ હું તમને કવ છું, કે “છીનાળવાના કારણ વગર બીજા કોય કારણને લીધે જે કોય પોતાની બાયડીને મુકીને બીજી બાય હારે લગન કરે, તો ઈ છીનાળવા કરે છે; અને જો કોયે મુકી દીધેલી બાય હારે લગન કરે તો ઈ હોતન છીનાળવા કરે છે.”
તેઓ એવુ ખોટુ શિક્ષણ આપશે કે, લગન નો કરવા જોયી, અને કોય ખાવાની વસ્તુઓને ખાવા હાટુ ના પાડશે. જે વસ્તુઓને પરમેશ્વરે ઈ હાટુ બનાવી કે, વિશ્વાસ કરનારા અને હાસાયને જાણનારા એને આભાર માનીને ખાય.