ઈ હાટુ જે ઈ નાનામાંથી નાની આજ્ઞાઓમાંથી એક પણ જો તોડે છે અને બીજાઓને એવું કરતાં શીખવાડે છે, તો ઈ સ્વર્ગના રાજ્યમાં બધાયથી નાનો હમજવામાં આયશે, પણ જે એનું પાલન કરે છે અને શીખવાડે છે, ઈ સ્વર્ગના રાજ્યમાં મોટો હમજવામાં આયશે.
મસીહમાં એક યહુદી કા બિનયહુદી, એક દાસ, કા એક આઝાદ માણસની વસ્સે કોય ભેદભાવ નથી. આમાં પણ કોય ભેદભાવ નથી કે, તમે એક માણસ છો; કે બાય છો. આપડે બધાય ઈસુ મસીહમાં એક હરખા છયી.
જો તમે મસીહ ઈસુને માનનારા છો તો આ વાતથી કાય ફરક પડતો નથી કે, તમારી સુન્નત થય છે કે નય. જે વાતનું મહત્વ રાખે છે ઈ મસીહ ઉપર વિશ્વાસ રાખવું છે, જે પોતાની જાતને પરમેશ્વર અને બીજા લોકોથી પ્રેમ રાખવા દ્વારા દેખાડે છે.
આશીર્વાદિત છે તેઓ, જે પોતાના લુગડાને ઘેટાના બસ્સાના લોહીથી શુદ્ધ બનાવી લેય છે કેમ કે, તેઓને ઈ શહેરના દરવાજાથી અંદર આવવાનો અધિકાર દેવામા આયશે અને ઈ ઝાડથી ફળ ખાવાનો અધિકાર આપવામા આયશે જે જીવન આપનાર છે.