કેમ કે કેટલાક પાવૈયા છે કે, જેઓ પોતાની માંથી જ એવા જન્મેલાં છે કે, કેટલાક એવા છે કે, જેઓને માણસોએ પાવૈયા બનાવ્યા છે; વળી કેટલાક એવા છે કે, જેઓએ સ્વર્ગના રાજ્યને લીધે પોતાની જાતને જ પાવૈયા કરયા છે. જે અપનાવી હકે છે, ઈ આ વાત અપનાવે છે.”
હવે યરુશાલેમમાં પરમેશ્વરનાં લોકો હાટુ ભેગી કરવામાં આવેલી પુંજી હાટુ તમારા સવાલના વિષે જેવું મેં ગલાતિયા પરદેશની મંડળીઓને કીધું હતું, એવું જ તમે પણ કરો.
ઈ હાટુ મેં તિમોથીને જે પરભુમાં મારો વાલો અને વિશ્વાસુ દીકરો છે, તમારી પાહે મોકલ્યો છે, અને ઈ તમને ઈસુ મસીહમાં જીવન જીવવા હાટુ હું શું કરું છું? હું કેમ વ્યવહાર કરું છું? જેમ કે, હું દરેક જગ્યાએ દરેક મંડળીમાં શિક્ષણ આપું છું ઈ બધાય તમને યાદ દેવરાવતા રેહે.
દાખલા તરીકે જઈ એક યહુદી પરભુ ઈસુ ઉપર વિશ્વાસ કરે છે, તો એને પોતાના યહુદી થાવાનો ત્યાગ કરવાની જરૂર નથી. અને આ પરકારે ઈ પણ જો કોય માણસ જે બિનયહુદી છે, પરભુમાં વિશ્વાસ કરે છે, તો એને યહુદી બનવા હાટુ સુન્નત કરવાની જરૂર નથી.
હું તો ઈચ્છું છું કે, બધાય માણસો મારી જેવા લગન કરયા વગરના રેય, પણ પરમેશ્વર કેટલાક લોકોને લગન કરવાનું વરદાન આપે છે અને બીજા લોકોને લગન કરયા વગર રેવાનું વરદાન આપે છે.
હે મારા વાલા વિશ્વાસી ભાઈઓ અને બહેનો, તમે પરમેશ્વરની ઈ મંડળીના પરમાણે હાલો છો જે યહુદીયા પરદેશમા ઈસુ મસીહમા છે કેમ કે, જેમ તેઓએ યહુદી લોકો તરફથી દુખ સહન કરયુ છે, એમ તમે પણ પોતાના જાતિના લોકો તરફથી એવા જ દુખ સહન કરયા છે.
ઈ હાટુ આપડે પરમેશ્વરની મંડળીમાં તમારી વિષે અભિમાન કરે છે કેમ કે, તમે દુખ અને સતાવથી સહન કરતાં જાવ છો તો પણ તમે ધીરજથી સહન કરો છો અને ઈસુ મસીહ ઉપર વિશ્વાસ કરો છો.