14 કેમ કે, અવિશ્વાસી ધણી વિશ્વાસી બાયડીથી પવિત્ર કરેલો છે, અવિશ્વાસી બાયડી વિશ્વાસી ધણીથી પવિત્ર કરેલી છે; એવું નો થાય તો તમારા બાળકો અશુદ્ધ થય, પણ હવે તેઓ પવિત્ર છે.
જેના મન હારા છે, એનામા કોય પાપ કરવાનો વિસાર નથી, એની હાટુ બધુય સોખું છે. પણ જેનું મન હારું નથી અને ઈસુ ઉપર વિશ્વાસ નથી કરતાં, એની હાટુ કાય પણ સોખું નથી કેમ કે, એના મન અને હ્રદય બેય ભુંડા છે.