7 ઈ હાટુ હમણાં તમારામાં હાસીન ગેરહમજ ઉભી થય છે કે, તમે એકબીજા ઉપર આરોપ લગાડો છો. એમ કરવાને બદલે તમે કેમ અન્યાય સહન કરતાં નથી?
જાખ્ખીએ ખાતી વખતે ઉભા થયને ઈસુને કીધુ કે, “હે પરભુ હું મારી સંપતિનો અડધો ભાગ ગરીબોને આપય, અને જો મે કોય માણસને છેતરીને એનું પડાવી લીધું હશે, તો એને હું સ્યાર ગણું પાસુ આપય!”
જે કોય તમને એક ગાલ ઉપર લાફો મારે, તો એની હામે તમારો બીજો ગાલ પણ ધરી દયો; અને જે તમારો કોટ આસકી લેય, તો એને તમારુ બુસ્કોટ હોતન લય લેવા દયો.
તમે આ વાતનું ધ્યાન રાખો કે, કોય પણ તમારી હારે ખરાબ કરે તો એના બદલે ખરાબ નો કરો, પણ કાયમ તમે એકબીજાની અને બધાયની ભલાય કરવા હાટુ કોશિશ કરો.
ભુંડાની હામે ભુંડા નો થાવ, અને ગાળ નો દયો, પણ એના બદલે આશીર્વાદ જ દયો, કેમ કે, પરમેશ્વરે તમને બોલાવ્યા છે, જેથી તમે બીજાને આશીર્વાદ દય હકો, જો તમે આવું કરો છો તો, પરમેશ્વર પણ તમને આશીર્વાદ દેહે.