બીજા દિવસે ઈ જઈ એકબીજાની હારે બાધી રહ્યા હતાં, તો મુસા ન્યા ગયો, અને આ કયને એને ભેગા થાવાનુ હમજાવ્યું, “હે ભાઈઓ, તમે તો ભાઈઓ-ભાઈઓ છો, એકબીજાની હારે કેમ બાધો છો?”
જો તમારામાંથી કોય એકને બીજા વિશ્વાસી વિરુધ મનભેદ હોય છે, તો તમારે કોય જગતની કોરાટમાં નો જાવું જોયી. તમારે પોતાની મંડળીમાં બીજા વિશ્વાસીઓને પોતાની બાબતોના ન્યાય કરવા હાટુ કેવું જોયી કે, તમારામાંથી કોણ હાસો છે.