ભૂલમાં નો રયો. જો તમારામાંથી કોય ઈ વિસારમાં બેઠો છે કે, ઈ જગતની વાતો પરમાણે બુદ્ધિશાળી છે, તો હાસુ ઈ થાહે કે, ઈ પોતાને મુરખ બનાવી લેય કે, ઈ બુદ્ધિશાળી બની જાહે.
હું તમને શરમાવવા હાટુ આ વાતો નથી લખતો, પણ મારૂ હેતુ તમને નિયમોનું પાલન કરવા હાટુ છે કેમ કે તમે મારા બાળકોની જેમ છો જેઓને હું હાસીન પ્રેમ કરું છું જેઓને સેતવણી આપું છું
જો તમારામાંથી કોય એકને બીજા વિશ્વાસી વિરુધ મનભેદ હોય છે, તો તમારે કોય જગતની કોરાટમાં નો જાવું જોયી. તમારે પોતાની મંડળીમાં બીજા વિશ્વાસીઓને પોતાની બાબતોના ન્યાય કરવા હાટુ કેવું જોયી કે, તમારામાંથી કોણ હાસો છે.