4 ઈ હાટુ જો તમારે આ જિંદગીની વાતોનો ન્યાય કરવાનો હોય, તો વિશ્વાસી મંડળીમાં જેઓને તમે ગણકારતા નથી તેઓને તમે ન્યાય કરવા કેમ બેહાડો છો?
કેમ કે બહારનાઓનો ન્યાય મારે શું કામ કરવો જોયી? જેવો વિશ્વાસી મંડળીના છે તેનો ન્યાય તમે કરો છો કે નય?
તમને ખબર હોવી જોયી કે, ભવિષ્યમાં આપડે દુતોનો ન્યાય કરશું, તો પાકી રીતે આપડે આ જીવનની સામાન્ય વાતોનો ન્યાય કરી હકી છયી.
હું તમને શરમાવા હાટુ ઈ કવ છું શું કે, તમારા લોકોમાં એક પણ હમજદાર માણસ નથી, જે સાથી વિશ્વાસીઓની વશે ન્યાય કરી હકે છે?