16 તમે હંમજો છો કે, શાસ્ત્રમાં લગન વિષે આમ લખ્યું છે કે, “બેય એક દેહ બનશે.” તો તમને ખબર હોવી જોયી કે, જે કોય વેશ્યાની હારે મળી જાય છે, તો ઈ વેશ્યાની હારે એક દેહ બની જાય છે.
તેઓ બેય એક દેહ થાહે, ઈ હાટુ તેઓ હવેથી બે માણસોની જેમ નથી, પણ તેઓ એક માણસની જેમ છે.
તમને ખબર હોવી જોયી કે, ભવિષ્યમાં આપડે દુતોનો ન્યાય કરશું, તો પાકી રીતે આપડે આ જીવનની સામાન્ય વાતોનો ન્યાય કરી હકી છયી.
જેમ કે, શાસ્ત્ર કેય છે, આ કારણે માણસ માં-બાપને છોડીને પોતાની બાયડી હારે જોડાયેલો રેહે અને ઈ બેય એક દેહ થાહે.
વિશ્વાસથી જ રાહાબ વેશ્યા પરમેશ્વરની આજ્ઞા નો માનવાવાળાઓથી બસી ગય, કેમ કે રાહબને ઈઝરાયલનાં જાસુસોનો શાંતિથી આવકાર કરયો હતો.