14 એના બદલે, આપડુ દેહ મહત્વનું છે કેમ કે, જેવી રીતે પરમેશ્વરે પરભુ ઈસુને મરણમાંથી જીવતા કરવા હાટુ પોતાના સામર્થનો ઉપયોગ કરયો હતો, ઠીક એવી જ રીતે ઈ આપણને પણ મરણમાંથી જીવાડશે.
કેમ કે, એણે એક દિવસ ઠેરવો છે, જેનાથી ઈ એના માણસના દ્વારા હાસાયથી જગતનો ન્યાય કરશે, જેને એણે ઠેરવો છે, અને એને મરણમાંથી જીવતા કરીને, ઈ વાતને સાબિત કરીને બધાય લોકોને બતાવી દીધુ છે.”
અને જો પરમેશ્વરનો આત્મા જેણે ઈસુને મરણમાંથી જીવાડ્યો, તમારામા વસેલો છે, તો એણે મસીહને મરણમાંથી જીવતો કરયો ઈ તમારા મોત પામનાર દેહને પણ પોતાની આત્મા દ્વારા જે તમારામા રેય છે ઈ જીવાડશે.
ઈ નબળાયીના કારણે વધસ્થંભ ઉપર સઠાવવામાં આવ્યો, તો પણ પરમેશ્વરનાં સામર્થ્યથી જીવે છે, કેમ કે આપડે પણ એનામા નબળા છયી, આપડે એમ જ નબળા છયી જેમ મસીહ હતા, પણ પરમેશ્વરનાં સામર્થ્ય વડે આપડે તમારી હારે વ્યવહાર કરવા હાટુ એની હારે જીવશું.
કેમ કે આપણે પરમેશ્વરને ઓળખીએ છયી કે, જેણે પરભુ ઈસુને મરેલામાંથી પાછા જીવતા કરયા, તેઓ આપણને પણ ઈસુના ભાગીદાર હમજીને પાછા જીવતા કરશે, અને પોતાની હામે ઉભા થાવા હાટુ અમને તમારી હારે જ્યાં પરમેશ્વર છે ન્યા લીયાયશે.
જો આપડે વિશ્વાસ કરી છયી કે, ઈસુ મરણ પામ્યો ને પાછો જીવતો ઉઠયો, તો એવી જ રીતે જે ઈસુ મસીહ ઉપર વિશ્વાસ કરીને મરી ગયા છે, તેઓને પણ પરમેશ્વર ઈસુની હારે પાછા લય લેહે.