Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




1 કરિંથીઓને પત્ર 6:13 - કોલી નવો કરાર

13 તમે કય હકો છો, ખાવાનું આપડા પેટ હાટુ છે, અને આપણુ પેટ ખાવા હાટુ છે. ઈ હાસુ છે પણ પરમેશ્વર આપડા દેહ અને ખાવાનું બેયને નાશ કરી નાખશે. આપડુ દેહ પરભુનું છે. ઈ હાટુ આપડે પોતાના દેહનો ઉપયોગ ઈ કામોની હાટુ કરવો જોયી જે પરભુ ઈચ્છે છે.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




1 કરિંથીઓને પત્ર 6:13
20 ပူးပေါင်းရင်းမြစ်များ  

જે કાય મોઢામાં ગળો છો, તે પેટમાં જાય છે, અને પેટમાંથી બારે નીકળી જાય છે?


જે માણસને અશુદ્ધ કરે છે, ઈ જ ઈ છે, પણ હાથ ધોયા વગર ખાવું ઈ માણસને અશુદ્ધ કરતું નથી.


કેમ કે, ઈ એના હૃદયમાં નથી, પણ પેટમાં જાય છે, અને પેટમાંથી બારે નીકળી જાય છે!” એવુ કયને, ઈસુએ કીધુ કે, બધોય ખોરાક ખાવાની લાયક છે.


જે અનાજ નાશવંત છે એને હારુ નય પણ જે અનાજ અનંતકાળના જીવન હુધી ટકે છે જે માણસનો દીકરો તમને આપશે એને હારું મેનત કરો કેમ કે, પરમેશ્વર બાપે એની ઉપર મહોર મારી છે.


તમારા વડવાઓએ વગડામાં માન્‍ના ખાધું, અને તેઓ મરી ગયા.


મારા વિશ્વાસી ભાઈઓ અને બહેનો, હું તમને પરમેશ્વરની દયાને યાદ કરાવીને વિનવણી કરું છું કે, પોતાના દેહનુ જીવતુ, અને પવિત્ર, અને પરમેશ્વરને ગમે એવુ બલિદાન કરો, ઈ જ તમારુ ભજન કરવાનું હાસું કારણ છે.


પરમેશ્વરનાં રાજમાં, ખાવું પીવું મહત્વનું નથી, મહત્વની વાતો ઈ છે કે, પરમેશ્વરની હારે હારું જીવન જીવવું, પવિત્ર આત્મામાં શાંતિ અને આનંદ મળે છે જે પવિત્ર આત્મા આપે છે.


પાપને તમારા નાશવંત દેહમાં રાજ્ય કરવા દયને તમારા દેહની ભુંડી ઈચ્છાઓને આધીન નો થાવ.


તો વિશ્વાસી ભાઈઓ અને બહેનો, જઈ તમે મસીહની હારે મરી ગયા છો તો તમે નિયમશાસ્ત્રના અધિકાર હાટુ મરી ગયા, હવે તમે એના છો જે મોતમાંથી જીવતો થયો, જેથી તમે પરમેશ્વર હાટુ ફળવંત જીવન જીવી હકો.


પાકી ખાતરીથી તમે જાણો છો કે, તમે પોતે પરમેશ્વરનું મંદિર છો અને તમારામાં પરમેશ્વરનો આત્મા વાસ કરે છે.


તમે જરૂર જાણો છો કે, તમારું દેહ મસીહનું અંગ છે. તો શું એક માણસ પોતાના દેહને લયને જે મસીહનું છે, એને ઈ વેશ્યાની હારે જોડી હકે? નય! કોયદી નય!


તમે જરૂર જાણો છો કે, તમારુ દેહ મંદિર છે જેમાં પવિત્ર આત્મા રેય છે, જે તમારામાં વસેલો છે અને તમને પરમેશ્વર તરફથી મળ્યું છે, તમે પરમેશ્વરનાં છો.


કેમ કે હું ઠીક એવી જ રીતે સીંતા કરું છું કે, જેમ પરમેશ્વર તમારી સીંતા કરે છે, ઈ હાટુ મે એકમાત્ર વરરાજા મસીહની હારે તમારી હગાય પુરી કરી છે, જેનાથી હું તમને પવિત્ર કુંવારીની જેમ એની હામે હાજર કરીને હોપી દવ.


અને મસીહ બધાય લોકોની હાટુ મરી ગયો, જેથી અત્યારે જે જીવતા છે, તેઓ પોતાની જાતને રાજી કરવા હાટુ નય પણ જે તેઓની હાટુ મરી ગયો અને મરણમાંથી પાછો જીવતો થય ગયો એની હાટુ જીવે.


જઈ લોકો ઈસુ મસીહ હારે સબંધ રાખે છે તો ઈ પોતાના દેહિક પાપીલા સ્વભાવ દ્વારા હાલતા નથી. ઈ એવા છે જેમ તેઓનો સ્વભાવ જાણે વધસ્થંભ ઉપર સડાવી દીધો હોય.


કેમ કે, ધણી તો બાયડીનું માથું છે જેમ કે, મસીહ મંડળીનું માથું છે, અને ઈ પોતે દેહનો તારનાર છે.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ