એણે આ વાત ઈ હાટુ નોતી કીધી કે, એને ગરીબોની સીંતા હતી, પણ ઈ હાટુ કીધી કે, ઈ સોર હતો અને એની પાહે એના ખરસ હાટુ રૂપીયાની એક થેલી હતી અને એમાંથી રૂપીયા સોરી લેતો હતો.
અને હવે હું તમને પરમેશ્વરનાં, અને એની કૃપાના વચનને હોપી દવ છું, જે તમને વિશ્વાસમા મજબુત કરી હકે છે, પરમેશ્વર તમને આ વારસો દેહે, જે એણે બધાય લોકોને દેવાનો વાયદો કરયો છે, જેને એના દ્વારા પવિત્ર કરયા છે.
વિશ્વાસી ભાઈઓ અને બહેનો, આ પૃથ્વી ઉપરનાં આપણા દેહ માંસ અને લોહીથી બનેલા છે, અમે સ્વર્ગમાં પરમેશ્વરનાં રાજ્યમાં પોતાના દેહ હારે રય હકતા નથી. જે મરી હકે છે કેમ કે, ન્યા પણ કોય મોત નથી.
ખરેખર મારો કેવાનો અરથ આ હતો કે, તમારામાંથી કોય સાથી વિશ્વાસીની હારે, જે ખરાબ કામો કરવાવાળા, લોભીઓ મૂર્તિપૂજકો, નિંદા કરનારાઓ, દારૂડીયાઑ હારે સબંધ રાખવો તો આઘું, એવા લોકોની હારે ખાવું પણ નય.
ઈ એક-બીજાની ઈર્ષા રાખે છે, ઈ નશામાં સક્સુર થય જાય છે, ઈ એવા જમણવારમાં જાય છે જ્યાં લોકો પોતાની ભૂખને કાબુમાં નથી કરતાં અને ઈ આવા પરકારના બીજા બધાય ભુંડા કામ કરે છે. હું તમને સેતવણી આપું છું, જેમ મેં પેલા પણ તમને સેતવણી આપી હતી કે, એવા કામો કરવાવાળા પરમેશ્વરનાં રાજ્યના વારસ નય થાય.
કેમ કે, તમે આ હારી રીતે જાણો છો કે, કોય પણ છીનાળવા, અશુદ્ધતા, લોભી એક મૂર્તિપૂજકની જેમ છે, જે આ જગતની વસ્તુઓનું ભજન કરે છે, એને કોય દિવસ મસીહ અને પરમેશ્વરનાં રાજ્યમાં એકય ભાગ નય મળે.
અને આ વાત ઉપર પાપ કરીને કોય પણ કોય વિશ્વાસી ભાઈથી દગો કા અન્યાય નો કરે કેમ કે, પરભુ આ બધાય કામો કરનારાને સજા આપશે; જેમ કે, અમે પેલાથી જ તમને કીધું અને સેતવણી પણ આપી હતી.