5 જે માણસ પાપ કરે છે એને બારે કાઢી મેલો, ઈ માણસને શેતાનની તાકાતમાં પાછા મોકલી દયો, ઈ હાટુ કે, પસ્તાવો કરે છે તો પાછો ફરીને આયશે અને ન્યાયના દિવસે એની આત્મા તારણ પામી હકે.
કે તુ એની આંખુ ખોલ. જેથી ઈ અંધારામાંથી અજવાળા બાજું અને શેતાનના અધિકારમાંથી પરમેશ્વરની બાજુ વળે કે, પરમેશ્વર એના પાપોને માફ કરે અને તેઓ ઈ લોકોની હારે જગ્યા મેળવે જે મારા ઉપર વિશ્વાસ કરીને પવિત્ર કરવામા આવ્યા છે.
જે લોકો વિશ્વાસી નથી એની નિંદા કરવી આપડી જવાબદારી નથી, પરમેશ્વર અવિશ્વાસી લોકોનો ન્યાય કરશે પણ જેવું શાસ્ત્ર કેય છે અનૈતિક માણસને પોતાના સમુહની હારે જોડાવાની રજાનો આપે.
ઈ હાટુ જેથી પરમેશ્વરે મને ઉતમ વાતો દેખાડી છે એની ઉપર હું અભિમાની નો બની જાવું, ઈ હાટુ મારા દેહમાં દુખાવો દેવામાં આવ્યો છે, શેતાનનો એક દૂત મને મારે અને અભિમાન કરવાથી મને છેટા રાખે.
ઈ હાટુ હું તમને આ વાતો લખી રયો છું, એનાથી પેલા કે, હું તમારી પાહે આવું જેથી તમને સજા આપી મને મારા અધિકારોને દેખાડવાની જરુરનો પડે જે પરભુએ મને આપ્યુ, કેમ કે હું પોતાના અધિકારનો ઉપયોગ તમારા વિશ્વાસને મજબુત કરવા હાટુ માગું છું; નો તો નાશ કરવા હાટુ.
તેઓમાંથી હુમનાયસ અને એલેકઝાન્ડર છે. મે તેઓને મંડળીમાંથી બારે કાઢી મુક્યા છે, અને તેઓને શેતાનના કબજામાં હોપી દીધા છે, જેથી તેઓ શીખે કે, પરમેશ્વરની નિંદા કરવી નય.
એવી રીતે વ્યવહાર કરો કે, જઈ તમે ઈ દિવસની વાટ જોય રયા છો, જે પરમેશ્વરે ગમાડયો છે, જઈ મસીહ પાછો આયશે, અને એના જલ્દી આવવા હાટુ પોતાના તરફથી પુરી કોશિશ કરો. ઈ દિવસે પરમેશ્વર આભને આગથી નાશ કરી દેહે, ઈ આગની ગરમીથી આભમાં જે કાય છે, ઈ ઓગળી જાહે.
જો કોય સાથી વિશ્વાસીને એવા પાપ કરતો જોવે, જેનું પરિણામ મરણ નથી થાતું, તો ઈ એની હાટુ પ્રાર્થના કરે અને પરમેશ્વર એને અનંતજીવન આપશે. આ ઈ લોકોની હાટુ, જેઓએ એવા પાપ કરયા છે, જેનું પરિણામ મરણ નથી થાતું, પણ પાપ એવુ પણ હોય છે જેનું પરિણામ મરણ છે, અને ઈ વિષે હું વિનવણી કરવા હાટુ નથી કેતો.