Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




1 કરિંથીઓને પત્ર 5:4 - કોલી નવો કરાર

4 જેથી તમે ઈસુ મસીહના સામર્થ હારે ભેગા થાવ તઈ હું ઈ આત્મામાં તમારી હારે હોય.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




1 કરિંથીઓને પત્ર 5:4
18 ပူးပေါင်းရင်းမြစ်များ  

હું તમને સ્વર્ગના રાજ્યની સાવીઓ આપય; અને જે કાય તમે પૃથ્વી ઉપર બાંધશો, ઈ સ્વર્ગમાં બંધાહે, અને જે કાય તમે પૃથ્વી ઉપર છોડશો, ઈ સ્વર્ગમાં પણ છોડાહે.


કેમ કે, જ્યાં બે કા ત્રણ મારા નામે ભેગા થયેલા હોય ન્યા તેઓની વસે હું છું.


ઈસુએ પાહે આવીને તેઓને કીધુ કે, “સ્વર્ગમાં અને પૃથ્વીમાં બધોય અધિકાર મને આપવામાં આવો છે.


અને મે તમને જે જે આજ્ઞાઓ આપી છે, ઈ બધી પાળવાનું તેઓને શીખવતા જાવ, અને યાદ રાખો અને જોવ, જગતના છેલ્લા વખત હુધી હું તમારી હારે છું.”


જો તમે લોકોના પાપોને માફ કરશો, તો પછી પરમેશ્વર તેઓના પાપોને માફ કરશે. જો તમે લોકોના પાપોને માફ નય કરો, તો પછી તેઓના પાપો માફ થાહે નય.”


ઈ ઘણાય દિવસ હુધી આવુ જ કરતી રય. પણ પાઉલે અકળાયને અને પાછુ વળીને મેલી આત્માને કીધું કે, “હું તને ઈસુ મસીહના નામે આજ્ઞા આપું છું કે, એમાંથી નીકળી જા.” અને ઈ તરત છોકરીમાંથી નીકળી ગય.


તઈ પિતરે કીધુ કે, “સાંદી, હોનુ તો મારી પાહે નથી પણ મારી પાહે જે છે ઈ હું તને આપું છું નાઝરેથના ઈસુ મસીહના નામે હું તને કવ છું હાલ.”


તુ લોકોને હાજા કરવા હાટુ તારો પવિત્ર હાથ લાંબો કર કે સમત્કાર અને અદભુત કામો તારા સેવક ઈસુના નામે કરવામા આવે.


ઈ હાટુ હું તમને આ વાતો લખી રયો છું, એનાથી પેલા કે, હું તમારી પાહે આવું જેથી તમને સજા આપી મને મારા અધિકારોને દેખાડવાની જરુરનો પડે જે પરભુએ મને આપ્યુ, કેમ કે હું પોતાના અધિકારનો ઉપયોગ તમારા વિશ્વાસને મજબુત કરવા હાટુ માગું છું; નો તો નાશ કરવા હાટુ.


હું આ કવ છું, કેમ કે તમે જીવ માંગી રયા છો કે, મસીહ મારામાં બોલે છે, જઈ મસીહ તમને સુધારે છે, તો ઈ તમારી હાટુ નબળા નથી, પણ તમારામાં સામર્થ્ય છે.


આવા માણસને જુથોથી આ જે સજા આપી છે ઈ પુરતું છે,


જે કાય આપડા પરભુ ઈસુ મસીહે કરયુ છે એના કારણે કાયમ આપડા પરમેશ્વર બાપની બધીય વાતુ હાટુ આભાર માનો.


જે કાય પણ તમે કયો છો કા કામોથી જે કાય કરો બધુય પરભુ ઈસુને નામે કરો, અને એની દ્વારા પરમેશ્વર બાપના આભારી રયો.


હે મારા વાલા વિશ્વાસી ભાઈઓ અને બહેનો, અમે તમને પોતાના પરભુ ઈસુ મસીહના નામથી જે આજ્ઞા આપીએ છયી કે, તમે બધાય એવા વિશ્વાસી ભાઈઓ અને બેનુથી છેટા રયો, જે કામ કરવામા આળસુ છે, અને જે આપડા શીખવાડીયા પરમાણે નથી કરતા.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ