ઈ હાટુ જે લોકો એવું કેય છે, તેઓ આ હમજી લેય કે, આપડે તમારીથી આઘા હોવા છતા પત્રોમાં જે વાતો લખી છયી, ઈ જ વાતો જઈ અમે તમારી હારે રેહું તઈ અમે કરી દેખાડીશું.
જેઓએ પેલાથી પાપ કરયા હતા તેઓએ અને બાકીના બીજા બધાયને હું સેતવણી આપવા માગુ છું. આ પેલા મારી બીજી મુલાકાત દરમિયાન પણ મેં સેતવણી આપી હતી કે, અને ફરી હું જઈ તમારામાંથી છેટો છું તઈ પણ સેતવુ છું. હવે પછી હું આવય તઈ સજામાંથી કોય બસી હકશે નય.
કેમ કે, તમારાથી હું આઘો છું, તો પણ હું તમારા વિષે વિચારતો રવ છું, અને હું ઈ જોયને બોવ રાજી છું કે, તમે એક હારે થયને એમ જ જીવો છો જેમ તમારે જીવવું જોયી અને મસીહમા તમારો વિશ્વાસ મજબુત છે.