10 મારો કેવાનો અરથ આ હરાહર નથી કે, તમે જગતના તે બધાય છીનાળવાઓથી, જે ખરાબ કામો કરવાવાળા, લોભીઓ, છેતરપીંડીઓ, મૂર્તિપૂજકો છે, કોય સબંધ નો રાખતા, બીજાઓ તમને તો જગતથી જ જાવું પડશે.
ફરોશી ટોળાનો માણસ ઉભો થયને, મનમા પ્રાર્થના કરવા મંડ્યો કે, “ઓ પરમેશ્વર, હું તારો આભાર માનું છું કેમ કે, હું બીજા માણસોની જેમ જુલમી, અન્યાયી, છીનાળવો અને આ વેરો ઉઘરાવનારાની જેવું કરતો નથી.
જો તમે જગતના લોકોની જેમ રયો છો તો આ જગતના લોકો પોતાના હમજી પ્રેમ કરશે, પણ ઈ કારણે કે, તુ આ જગતનો માણસ નથી, પણ મે તને જગતના લોકોમાંથી ગમાડી લીધો છે, ઈ હાટુ જગતના લોકો તારાથી નફરત કરે છે.
ખરેખર મારો કેવાનો અરથ આ હતો કે, તમારામાંથી કોય સાથી વિશ્વાસીની હારે, જે ખરાબ કામો કરવાવાળા, લોભીઓ મૂર્તિપૂજકો, નિંદા કરનારાઓ, દારૂડીયાઑ હારે સબંધ રાખવો તો આઘું, એવા લોકોની હારે ખાવું પણ નય.
આ જગતના દેવ શેતાને અવિશ્વાસીઓના મનોને આંધળા કરી નાખ્યા છે, ઈ હાટુ કે, મસીહ જે પરમેશ્વરની પ્રતિમા છે, એના મહિમાના હારા હમાસારનું અંજવાળુ તેઓની ઉપર નો થાય.
ઈ વખતે તમે આ જગતના ઈ લોકોની રીત પરમાણે કરતાં હતા, જે પરમેશ્વરને નથી જાણતા અને તમે દુષ્ટ આત્માઓનો સરદાર જે આભમાં છે, એની પરમાણે કરતાં હતા, જે હવે ઈ લોકોને કાબુમાં કરવાની કોશિશ કરી રયો છે જે પરમેશ્વરની આજ્ઞા પાલન નથી કરતાં.
તઈ પરમેશ્વરે ઈ મોટા અજગરને અને એના દુતોને પૃથ્વી ઉપર ફેકી દીધા, હવે આ મોટો અજગર ઈ જ છે જે ઘણાય વખત પેલા એરુના રૂપમા દેખાતો હતો, જેને શેતાન કે આરોપ લગાડનારો પણ કેવામા આવે છે, આ ઈ જ છે જે આ જગતના લોકોને દગો દેતો આવ્યો છે.