Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




1 કરિંથીઓને પત્ર 5:1 - કોલી નવો કરાર

1 કેટલાક લોકોએ મને કીધું છે, મેં હાંભળ્યું છે કે, તમારી મંડળીમાં છીનાળવા થાય છે. એવા છીનાળવા તો બિનયહુદીઓમાં પણ નથી થાતા. કોયે પોતાના બાપની બાયડીને રાખી લીધી છે.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




1 કરિંથીઓને પત્ર 5:1
32 ပူးပေါင်းရင်းမြစ်များ  

પણ તેઓને એક પત્ર લખીને મોકલે, ઈ બતાવવા હાટુ કે, ઈ ખાવાનું નો ખાય જે લોકોએ મૂર્તિઓને સડાવ્યું છે, અને ગળુ દબાવીને મારેલા જનાવરોનું માસ નો ખાતા અને એનુ લોહી પણ નો પિતા.


એટલે કે, તમારે આ નીવેદ ખાવું નય, જે લોકોએ મૂર્તિઓને સડાવ્યું છે, અને છીનાળવા નો કરવા અને ગળુ દબાવીને મરેલા જનાવરોનું માસ ખાવું નય અને એનુ લોહી પીવું નય. એનાથી છેટા રયો તો તમારુ ભલું થાહે. તમે કુશળ થાવ.”


મારા વાલા વિશ્વાસી ભાઈઓ અને બહેનો, ક્લોએના પરિવારના લોકોએ મને બતાવ્યું છે કે, તમારા એક-બીજામાં બાધણા થય રયા છે.


ખરેખર મારો કેવાનો અરથ આ હતો કે, તમારામાંથી કોય સાથી વિશ્વાસીની હારે, જે ખરાબ કામો કરવાવાળા, લોભીઓ મૂર્તિપૂજકો, નિંદા કરનારાઓ, દારૂડીયાઑ હારે સબંધ રાખવો તો આઘું, એવા લોકોની હારે ખાવું પણ નય.


તમે કય હકો છો, ખાવાનું આપડા પેટ હાટુ છે, અને આપણુ પેટ ખાવા હાટુ છે. ઈ હાસુ છે પણ પરમેશ્વર આપડા દેહ અને ખાવાનું બેયને નાશ કરી નાખશે. આપડુ દેહ પરભુનું છે. ઈ હાટુ આપડે પોતાના દેહનો ઉપયોગ ઈ કામોની હાટુ કરવો જોયી જે પરભુ ઈચ્છે છે.


છીનાળવાથી પુરી રીતેથી છેટા રયો કેમ કે, છીનાળવા કરનારા પોતાના જ દેહની વિરુધ પાપ કરે છે.


તમે જાણો છો કે અન્યાયીઓ પરમેશ્વરનાં રાજ્યનો વારસો મેળવશે નય, તમે ભૂલ નો કરો વળી છીનાળવાઓ, મૂર્તિપૂજકો, લાલસુઓ, ખરાબ કામકરનારાઓ અને માણસ-માણસ વસે દેહીક સંબંધ રાખનારાઓ,


ક્યાક એવું નો થાય કે, જઈ હું પાછો આવય, તો મારો પરમેશ્વર મારુ અપમાન કરે અને મારે બોવ બધા હાટુ પછી હોગ પાળવો પડે, જેઓએ પેલા પાપ કરયુ હતું, અને તે ખરાબ કામો, અને છીનાળવા, વાસનાભરાથી, જે તેઓએ કરયુ, એની હાટુ પસ્તાવો નથી કરયો.


પણ જો કોયે દુખ પુગાડ્યુ છે, તો મને જ નય પણ કેટલીક હદે કેમ કે, હું વધારે ભાર નો નાખું તમને બધાયને એણે દુખી કરયા છે.


પછી જે પત્ર મેં તમને લખ્યો હતો, ઈ નો તો તેઓની કારણે લખ્યો, જેણે અન્યાય કરયો, અને નો તેઓની કારણે જેની ઉપર અન્યાય કરવામાં આવ્યો, પણ ઈ હાટુ કે, તમારો અમારી પ્રત્યે લગાવ, ઈ પરમેશ્વરની હામે તમારી ઉપર પરગટ થય જાય.


આપણા દેહના કામો ખુલ્લા છે ઈ જેમ કે, છીનાળવા, ભુંડા કામો, લુસાય,


જેમ પવિત્ર લોકોને લાયક છે, એવા તમારામાં છીનાળવા, અને કોય પરકારના ખરાબ કામ, કે લોભની વાતસીત પણ નો હોય.


ઈ હાટુ ખરાબ કામોને બંધ કરી દયો જે તમારા પાપી સ્વભાવ હારે જોડાયેલા છે, જેમ કે, સોરી છીનાળવા, મેલા કામો, ભુંડી ઈચ્છાઓ, ખરાબ લાલસ અને લોભ જે મૂર્તિપૂજાની જેમ છે.


કેમ કે, પરમેશ્વરે આપણને ખરાબ જીવન જીવવા હાટુ નય, પણ પવિત્ર જીવન જીવવા હાટુ બોલાવ્યા છે.


મે એને એના પાપોથી પસ્તાવો કરવાનો મોકો આપ્યો, પણ ઈ છીનાળવા કરવાનું બંધ કરવા માગતી નથી.


પણ જે સતાવણીની બીકથી મને છોડી દેય છે અને મારી ઉપર વિશ્વાસ કરવાનું છોડી દેય છે એને ગંધકની આગમાં ફેકી દેવામાં આયશે, એવી જ રીતે એને પણ જે ભુંડુ કરે છે અને હત્યાઓ કરે છે અને છીનાળવાઓ કરે છે અને પોતાના સાથીઓની હારે મેલી વિદ્યા કરે છે અને મૂર્તિનું ભજન કરે છે અને બધુય ખોટુ બોલનારા એને પણ ગંધકની આગમાં નાખી દેવામાં આયશે, આને જ બીજુ મોત કેવાય છે.”


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ