9 મને તો એવું લાગે છે કે, પરમેશ્વરે અમે ગમાડેલા ચેલાઓને મોતની સજા ભોગવતા માણસોની જેમ ટોળાના છેલ્લે દેખાડો કરયો છે કેમ કે, જગતની હાટુ સ્વર્ગદુતો અને માણસો, બેય હાટુ તમાશો બની ગયા છયી.
અને શહેરના બીજા ઘણાય લોકો અવાજને હાંભળીને તેઓ પણ ઈ લોકોની હારે ટોળામાં મળી ગયા, અને શહેરમાં મોટો ગડબડાટ મચી ગયો, તઈ લોકોએ મકદોનિયા પરદેશમા રેનારા ગાયસ અને આરિસ્તાર્ખસ જે પાઉલની હારે યાત્રી હતાં, એને પકડી લીધા, અને ઢહડીને અખાડાની બાજુ ભાગી ગયા.
ખાલી તેઓ જ મસીહના સેવક નથી, હું એનાથી પણ વધીને છું, મે એનાથી ક્યાય વધારે દુખ ભોગવ્યું છે, એનાથી ક્યાય વધારે કેદી બનાવવામાં આવ્યો છું, બોવ બધીવાર કોયડાથી માર ખાધી છે, સદાય મારો જીવ મોતના જોખમમાં પડયો છે.
તો પછી સ્વર્ગદુતો કોણ છે? તેઓ તો પરમેશ્વરની સેવા કરનાર આત્માઓ છે અને પરમેશ્વરે તેઓને તારણ પામનારાઓની સેવા કરવા મોકલી આપ્યા છે; જેમ એણે તેઓની હારે વાયદો કરાયો હતો.