Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




1 કરિંથીઓને પત્ર 4:6 - કોલી નવો કરાર

6 મારા વાલા વિશ્વાસી ભાઈઓ અને બહેનો! મેં ઈ વાતો તમારી હાટુ દાખલા તરીકે મને પોતાના અને આપોલસને લાગુ કરવામાં આવી છે, જેથી તમે અમારાથી એવું શીખો કે, જે લખવામાં આવ્યું છે, એની હદ બારે જાવું નય અને એકનાં પક્ષમાં રયને બીજાની વિરુધ કોય અભિમાન કરવુ નય.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




1 કરિંથીઓને પત્ર 4:6
35 ပူးပေါင်းရင်းမြစ်များ  

ઈ વખતે આપોલસ નામનો એક યહુદી માણસ હતો, જેનો જનમ એલેકઝાંન્ડ્રિયા શહેરમાં થયો હતો, જે વિધવાન માણસ હતો અને શાસ્ત્રની આજ્ઞા રાખનારો હતો, ઈ એફેસસ શહેરમાં આવ્યો હતો.


જઈ આપોલસ કરિંથી શહેરમાં હતો, તો પાઉલ અંદરના પરદેશોમા થયને એફેસસ શહેરમાં આવ્યો, ન્યા થોડાક વિશ્વાસી લોકોને ઈ મળ્યો.


કેમ કે, હું ઈ કૃપાના કારણે જે મને મળી છે, તમારામાથી દરેકને કહુ છું કે, જેવી રીતે હંમજવુ જોયી, એનાથી વધારે કોય પણ પોતાની જાતને નો હંમજે, પણ જેમ પરમેશ્વરે તમને જેટલો વિશ્વાસ આપ્યો છે એની પરમાણે નમ્રતાથી હમજે.


હવે મારો કેવાનો અરથ ઈ છે કે, તમારામાંથી કોય તો પોતાની જાતને કેય છે કે, “હું પાઉલની હારે.” કા “હું આપોલસની હારે,” કા “હું પિતરની હારે,” કા “હું મસીહની હારે સેવક છું”


કેમ કે, શાસ્ત્રમાં લખેલુ છે કે, “હું જ્ઞાનીઓની હમજણનો નાશ કરય અને બુદ્ધિશાળીઓની બુદ્ધિને નકામી કરય.”


કેમ કે, મસીહ આપડુ બધુય છે, જેવું કે, શાસ્ત્ર કેય છે કે, જે અભિમાન કરે ઈ પરભુમાં અભિમાન કરે છે.


પ્રેમ સહનશીલ અને પરોપકારી છે, પ્રેમ અદેખાઈ કરતો નથી; પ્રેમ બડાય મારતો નથી, અને ફુલાતો નથી.


આ જગતના લોકો બુદ્ધિશાળી હોય છે, પણ પરમેશ્વરની નજરમાં મુરખા છે જેમ કે, શાસ્ત્ર કેય છે, કેટલાક લોકો વિસારે છે કે, તેઓ બુદ્ધિશાળી છે, પણ પરમેશ્વર તેઓને હરાવવા હાટુ પોતાના સાલાક વિસારોનો ઉપયોગ કરે છે.


તો ઈ હાટુ કોય પણ માણસે માણસોની વિષે અભિમાન નો કરવુ, કેમ કે પરમેશ્વરે તમને બધુય આપેલું છે.


તમને આ વાતોથી શરમ અને દુખ થાવુ જોયી અને જે માણસે કરેલ છે એને મંડળીમાંથી કાઢી મુકવો જોયી, પણ એના બદલે તમે ગર્વ અનુભવો છો.


તમે અભિમાન રાખો છો ઈ હારું નથી. શું તમે ઈ જાણતા નથી કે થોડુંક ખમીર આખા લોટને ફુલાવી નાખે છે.


હવે મૂર્તિઓને ધરેલા નીવેદ વિષે અમે જાણી છયી કે, આપડે બધાયને જ્ઞાન છે; તોય જ્ઞાન અભિમાન ઉત્પન કરે છે, પણ પ્રેમથી વધારો થાય છે.


આ બધુય હું હારા હમાસારની હાટુ કરું છું; જેથી એના આશીર્વાદનો સહભાગી થાવ.


કેમ કે, આપડે એની હારે પોતાની ગણતરી કે હરખામણી કરવાની કોશિશ નથી કરતાં, જે પોતાની જ વાહ-વાહ કરે છે, અને પોતાની જાતને અંદરો-અંદર માપ તોલીને એક-બીજાની હરખામણી કરીને હમજતા નથી.


અને આપડે હદથી બારે બીજાના દુખો ઉપર અભિમાન નથી કરતાં, પણ આપડે આશા છે કે, જેમ-જેમ તમારો વિશ્વાસ વધતો જાહે ન્યા-ન્યા આપડે પોતાની હદ પરમાણે તમારી વસે વધારે હારા કામો કરવા પામશું.


તમે ખાલી આજ વાતોને જોવ છો, જે આંખુની હામે દેખાય છે, જો કોયને પોતાની ઉપર આવો ભરોસો હોય કે, ઈ મસીહનું છે, તો આ પણ હમજી લેય કે, જેવું ઈ મસીહનું છે, એમ જ આપડે પણ મસીહના છયી.


કેમ કે, જો કોય આવીને જે ઈસુનો અમે પરચાર કરયો, એનાથી જુદા જ ઈસુનો પરચાર કરે કે, પછી તમે જે આત્મા મેળવ્યો, એનાથી જુદો જ આત્મા મેળવો, કે, પછી જે હારા હમાસારને તમે પેલા સ્વીકારો, એનાથી જુદા જ હારા હમાસાર સ્વીકારો; તો તમે એને ખુબ જ હારી રીતે સહન કરો છો.


કદાસ તમને એમ લાગશે કે, અમે અમારો બસાવ કરવાનો પ્રયત્ન કરી છયી. પણ નય; અમે તો પરમેશ્વરની હામે મસીહને અનુરૂપ વાત કરી છયી. પણ ઈ બધુય તમારા ઘડતર હાટુ જ છે.


કેમ કે મને બીક છે કે, ક્યાક એવું નો થાય કે, હું આવીને જેવું ઈચ્છું છું, એવું તમને નો પામુ, અને મને પણ જેવું તમે નથી ઈચ્છતા એવુ જ પામો કે, તમારામાં બાધણા, અદેખાઈ, રિહ, વિરોધ, ઈર્ષા, ખટપટ, અભિમાન અને અવ્યવસ્થા હોય.


કેમ કે, જો હું અભિમાન કરવા ઈચ્છું તો પણ મુરખ નો થયો, કેમ કે હાસુ બોલય, પણ હું એવું અભિમાન કરવાનું છોડી દવ છું, એવુ નો થાય કે, જેવું કોય મને જોવે છે કા મને હાંભળે છે, મને એનાથી મોટો નો હમજે એટલે હું મૂંગો રવ છું.


કેમ કે, બધાય દુખ જે આપણે સહન કરયા ઈ તમારા લાભ હાટુ છે, જેથી વધારેને વધારે લોકોને ખબર પડી જાહે કે, પરમેશ્વર કેટલો કૃપાળુ છે, અને બોવ બધા લોકો એને માન અને મહિમા આપશે.


કોય પણ તમને પોતાની જાત અપમાનિત કરવાથી અને સ્વર્ગદુતોનું ભજન કરવા દ્વારા તમને ઈનામથી છેતરી નો લેય, એવો માણસ દર્શનની વાતોમાં લાગેલો રેય છે. અને એની જગતની હમજણ એને કોય પણ કારણ વગરનું અભિમાની બનાવી દેય છે.


કેમ કે, આપડા પરભુ ઈસુ વિષે હારા હમાસાર તમારી પાહે નો ખાલી બોલવાથી પણ સામર્થ્યથી, અને પવિત્ર આત્માથી અને પુરા વિશ્વાસની હારે તમારી પાહે પુગી છે, અને તમે જાણો છો કે, જઈ અમે તમારી હારે હતાં તઈ અમે તમારી ભલાય હાટુ કેમ રયા.


આ કારણથી હું પરમેશ્વરનાં ગમાડેલા લોકોની હાટુ આ બધાય દુખો સહન કરું છું કે, તેઓ પણ ઈસુ મસીહ ઉપર વિશ્વાસ કરે અને બસાવ થાય, અને અનંતકાળની મહિમા પ્રાપ્ત કરે.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ