પરભુએ કીધું કે, એક વિશ્વાસી અને બુદ્ધિશાળી ચાકર કોણ છે, શું ઈ જેને ઘરનો માલીક બીજા ચાકરોનું ધ્યાન રાખવા હાટુ કારભારી ઠરાવે છે, જેથી ઈ તેઓને વખતસર ખાવાની વસ્તુઓ આપે?
ઈ હાટુ મેં તિમોથીને જે પરભુમાં મારો વાલો અને વિશ્વાસુ દીકરો છે, તમારી પાહે મોકલ્યો છે, અને ઈ તમને ઈસુ મસીહમાં જીવન જીવવા હાટુ હું શું કરું છું? હું કેમ વ્યવહાર કરું છું? જેમ કે, હું દરેક જગ્યાએ દરેક મંડળીમાં શિક્ષણ આપું છું ઈ બધાય તમને યાદ દેવરાવતા રેહે.
મારી હાટુ, હું સિન્તામાં નથી કે, બીજા લોકો કેય છે કે, હું ન્યાયી છું કા નથી. ન્યા હુધી કે, હું ઈ નથી. પોતાનો જાતની હાટુ, મને પરવા નથી પણ હું તમારી દ્વારા કા કોય પણ માણસના વિસારો દ્વારા ન્યાયી કરવામાં આવે છે. હું પોતે પણ ન્યાયી નથી.
હવે કુવારીઓના વિષે મને પરભુ તરફથી કોય આજ્ઞા મળી નથી, પણ કેમ કે હું પરમેશ્વરની દયાના કારણે પરમેશ્વરનાં વિશ્વાસુ લોકોમાંથી એક છું, હું પોતાની સલાહ આપું છું જે વિશ્વાસ લાયક છે.
કેમ કે, આપડે બધાય ઈ લોકોની જેમ નથી જે રૂપીયા હાટુ પરમેશ્વરનાં વચનનો પરચાર કરી છયી, પણ આપડે પરમેશ્વરનાં વચનનો પરચાર હાસાય અને મસીહના અધિકારથી કરી છયી, આ જાણતા હોવા છતા પરમેશ્વર આપણને જોય રયા છે.
પણ શરમજનક અને ગુપ્ત કામો કરવાનું બંધ કરી દીધુ છે, અને અમે સાલાકી કરતાં નથી કે અમે પરમેશ્વરનાં વચનમાં ભેળસેળ કરતાં નથી, પણ હાસાયના પુરેપુરા અંજવાળામાં પરમેશ્વરની હાજરીમાં જીવી છયી, અને દરેકના અંતર આત્મામાં અમારી લાયકાતની ખાતરી થાય ઈ રીતે રેવાનો પ્રયત્ન કરી છયી.