જઈ હું તમારી પાહે આવું તઈ તમારી પ્રત્યે કઠોર વ્યવહાર કરવો નો પડે. કેમ કે જે લોકો હમજે છે કે, આપડે આ જગતના લોકોની જેમ વ્યવહાર કરી છયી, એના પ્રત્યે મેં કઠોરતા દેખાડવાનું નક્કી કરયુ છે.
કેમ કે મને બીક છે કે, ક્યાક એવું નો થાય કે, હું આવીને જેવું ઈચ્છું છું, એવું તમને નો પામુ, અને મને પણ જેવું તમે નથી ઈચ્છતા એવુ જ પામો કે, તમારામાં બાધણા, અદેખાઈ, રિહ, વિરોધ, ઈર્ષા, ખટપટ, અભિમાન અને અવ્યવસ્થા હોય.