Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




1 કરિંથીઓને પત્ર 4:17 - કોલી નવો કરાર

17 ઈ હાટુ મેં તિમોથીને જે પરભુમાં મારો વાલો અને વિશ્વાસુ દીકરો છે, તમારી પાહે મોકલ્યો છે, અને ઈ તમને ઈસુ મસીહમાં જીવન જીવવા હાટુ હું શું કરું છું? હું કેમ વ્યવહાર કરું છું? જેમ કે, હું દરેક જગ્યાએ દરેક મંડળીમાં શિક્ષણ આપું છું ઈ બધાય તમને યાદ દેવરાવતા રેહે.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




1 કરિંથીઓને પત્ર 4:17
33 ပူးပေါင်းရင်းမြစ်များ  

એક વિશ્વાસી અને બુદ્ધિશાળી ચાકર ઈ હોય છે, જેને ઘરનો માલીક બીજા ચાકરોનું ધ્યાન રાખવા હાટુ કારભારી ઠરાવે છે અને માલીક તેઓને બરાબર વખતે ખાવાનું આપવાનું કેય છે, પછી ઈ લાંબી યાત્રાએ નીકળી જાય છે.


તઈ એના માલિકે એને કીધું કે, “શાબાશ હારા અને વિશ્વાસુ ચાકર! તું થોડીક સંપતીમાં વિશ્વાસુ માલુમ પડયો છે, ઈ હાટુ હું તને ઘણી મિલકત ઉપર અધિકારી ઠેરાવય. તું તારા માલિકનાં આનંદમાં ભાગીદાર થા.”


એના માલિકે એને કીધું કે, “શાબાશ હારા અને વિશ્વાસુ ચાકર! તું થોડીક સંપતીમાં વિશ્વાસુ માલુમ પડયો છે, ઈ હાટુ હું તને ઘણી મિલકત ઉપર અધિકારી ઠેરાવય. તું તારા માલિકનાં આનંદમાં ભાગીદાર થા.”


પછી પાઉલ અને સિલાસ દેર્બે અને લુસ્ત્રા શહેરમાં પણ ગયા, અને ન્યા તિમોથી નામનો એક ચેલો હતો, એની મા યહુદી વિશ્વાસી હતી, પણ એનો બાપ બિનયહુદી ગ્રીક દેશનો રેવાસી હતો.


પણ જો કોય વિવાદ કરવા માગે, તો ઈ જાણે કે, નય આપડી વસે અને નય પરમેશ્વરની મંડળીમાં એની સિવાય અમારી પાહે એવો કોય રીવાજ નથી.


હું તમારી વાહવાહ કરું છું કેમ કે, તમે મને બધીય વાતોમાં યાદ કરતાં રયો છો; અને જે શિક્ષણ મેં તમને આપ્યુ છે, એનું ધ્યાન રાખીને પાલન કરતાં રયો.


જો કોય ભૂખો હોય તો ઈ પોતાના ઘરે ખાય, જેથી તમારુ ભેગા થાવાનું સજાને લાયક નો થાય. હવે જે કાય બીજી બાબતો છે એનો ઉકેલ હું ન્યા આવય તઈ કરય.


કેમ કે, પરમેશ્વર અવ્યવસ્થાના નથી, મેળ કરાવવા અને શાંતિનો પરમેશ્વર છે, આજ નિયમ પરમેશ્વરનાં લોકોની દરેક મંડળીઓમાં પાલન કરવામાં આવે છે.


હવે યરુશાલેમમાં પરમેશ્વરનાં લોકો હાટુ ભેગી કરવામાં આવેલી પુંજી હાટુ તમારા સવાલના વિષે જેવું મેં ગલાતિયા પરદેશની મંડળીઓને કીધું હતું, એવું જ તમે પણ કરો.


હવે જો તિમોથી તમારી પાહે કરિંથ શહેરમાં આવે, તો એની હારે માનથી વ્યવહાર કરજો કેમ કે, ઈ પણ મારી જેમ પરભુનું કામ કરે છે.


હું તમને શરમાવવા હાટુ આ વાતો નથી લખતો, પણ મારૂ હેતુ તમને નિયમોનું પાલન કરવા હાટુ છે કેમ કે તમે મારા બાળકોની જેમ છો જેઓને હું હાસીન પ્રેમ કરું છું જેઓને સેતવણી આપું છું


ભલે તમને મસીહમાં દસ હજાર શિક્ષકો હોવ, તો ઈ તમારા ઘણાય બાપ નથી; કેમ કે મસીહ ઈસુમાં, હારા હમાસાર દ્વારા હું તમારો બાપ બન્યો છું.


વળી હરેક માલિકને વિશ્વાસુ થાવુ બોવ જ જરૂરી છે.


ખાલી જેમ પરમેશ્વરે બધાયને વેસી દીધું છે અને પરભુએ બધાયને બોલાવ્યા છે, એમ ઈ બધાએ હાલવું; અને ઈ જ નિયમ હું બધાય વિશ્વાસી મંડળીઓ હાટુ ઠરવું છું.


હવે કુવારીઓના વિષે મને પરભુ તરફથી કોય આજ્ઞા મળી નથી, પણ કેમ કે હું પરમેશ્વરની દયાના કારણે પરમેશ્વરનાં વિશ્વાસુ લોકોમાંથી એક છું, હું પોતાની સલાહ આપું છું જે વિશ્વાસ લાયક છે.


આપડે એની હારે બીજા વિશ્વાસી ભાઈને પણ મોકલ્યો જેનું નામ હારા હમાસાર ફેલાવામાં બધી મંડળીના વિશ્વાસીઓમાં ફેલાયેલુ છે,


પરભુની સંગતીમાં મારા વાલા ભાઈ અને વિશ્વાસુ ચાકર તુખિકસ તમને લોકોને ઈ બધુય બતાવી દેહે, જેથી તમે પણ જાણી લ્યો કે, હું કેમ છું અને શું કરી રયો છું અને ઈ તમારા મનોને શાંતિ આપે.


પણ મને પરભુ ઈસુમાં આશા છે કે, હું તિમોથીને તમારી પાહે તરત મોકલ્ય; જેથી જઈ ઈ પાછો આવે, તો તમારી વિષે ખબર જાણીને મને પ્રોત્સાહન મળે.


પણ તિમોથીને તો તમે જાણો છો કે, એનો સ્વભાવ હારો છે; જેમ દીકરો બાપની હારે રેય છે, એમ જ એણે હારા હમાસારનો પરચાર કરવામા મારો સાથ દીધો છે.


ઈજ શિક્ષણ તમે આપડા વાલા સાથી સેવક એપાફ્રાસથી શીખ્યું છે, જે આપડી હાટુ મસીહનો હાસો સેવક છે.


મે એની હારે ઓનેસિમસને પણ મોકલ્યો છે, જે વિશ્વાસુ અને વાલા વિશ્વાસી ભાઈ અને ન્યા તમારા શહેરમાંથી જ છે, તેઓ તમને આયના બધાય હમાચાર જણાવી દેહે.


હે દીકરા તિમોથી, હું ઈ આજ્ઞા તને આપી રયો છું અને હું તને ઈ વાતોને યાદ કરવા હાટુ કવું છું જે ભૂતકાળમાં આગમભાખીયાઓએ કીધી હતી કે, તારી હારે થાહે. તને ખોટા શિક્ષકોની વિરુધ હારી રીતે લડવા હાટુ ઈ શબ્દોનો ઉપયોગ એક હથિયારની જેમ કરવુ જોયી.


હે તિમોથી, તુ જે મારા દીકરાની જેમ છે, હું પાઉલ તને આ પત્ર લખી રયો છું પરમેશ્વર બાપ, અને આપડા પરભુ ઈસુ મસીહની તરફથી કૃપા, દયા, અને શાંતિ તને મળતી રેય.


જે શિક્ષણ બોવ બધાય લોકોને મારા દ્વારા શીખવાડતી વખતે તે હાંભળુ છે, ઈ જ શિક્ષણ તુ બીજા વિશ્વાસી લોકોને શીખવાડ જે વિશ્વાસુ છે, જેથી તેઓ પણ બીજા લોકોને શીખવાડી હકે.


પણ હે તિમોથી, મારું શીખવવુ, મારી સાલ-સાલગત, મારા મનની ઈચ્છાઓ, મારો વિશ્વાસ, મારું સહન કરવું, મારો પ્રેમ, મારી ધીરજ, મારી સતાવણી, અને મારું દુખ ભોગવવાની વિષે તું હારી રીતે જાણ છો.


હું ઈ હાટુ તને ક્રીત ટાપુમાં મુકીને આવ્યો હતો, જેથી તુ સ્થાનિક મંડળીમાં તેઓની તકલીફોને સુધારી હક, જેને હારું કરવા હાટુ મારી પાહે વખત નોતો, અને ક્રીતના દરેક શહેરની મંડળીમાં વડવા આગેવાનોની પસંદગી કર, આ બાબત ઉપર મારી તરફથી તને મળેલી સૂસનાને યાદ રાખ.


ઈ દુખોથી બીમાં જે તને મળશે. શેતાન તમારામાથી થોડાકને જેલખાનામાં નાખવાનો છે, જેથી તેઓ તમારી પરીક્ષા કરી હકે. તમે દસ દિવસ હાટુ મોટી મુસીબતોનો અનુભવ કરશો. પણ મારી ઉપર વિશ્વાસ કરવાનું કોયદી છોડતા નય, ભલે તમને મારી નાખવામાં આવે કેમ કે, હું તમને તમારી જીતના ઈનામની જેમ અનંતજીવન આપય.


હું જાણું છું કે, તારું શહેર શેતાનના કબજામાં છે, છતાય તે મારી ઉપરનાં વિશ્વાસને મજબુતીથી પકડી રાખ્યો છે અને તે મારા શિક્ષણને છોડયું નથી, ન્યા હુધી કે તોય પણ નય જઈ બોવ વખત પેલા આંતિપાસની હત્યા કરવામા આવી હતી. ઈ મારા વચનનો પરચાર કરવામા વિશ્વાસ લાયક હતો, ઈ હાટુ એને તારા શહેરમાં મારી નાખવામા આવ્યો જે શેતાનના કબજામા છે.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ