16 ઈ હાટુ હું વિનવણી કરું છું કે, મારા નમૂના પરમાણે કરો.
તમે લોકો મારૂ અનુસરણ કરો, જેવી રીતે હું મસીહ પરમાણે હાલું છું
વિશ્વાસી ભાઈઓ અને બહેનો! તમે બધાય મારાં વહેવારનું અનુસરણ કરો અને અમે જે નમૂનો તમને આપી છયી; ઈ પરમાણે જે લોકો હાલે છે એની ઉપર લક્ષ રાખો.
જે વાતો તમે મારાથી સીખી, મેળવી, હાંભ્ળી અને મારામાં જોય, ઈ વાતોનું પાલન કરો, તઈ શાંતિનો પરમેશ્વર તમારી હારે રેહે.
તમે ઘણાય દુખમાં હતાં તો પણ તમે પવિત્ર આત્મા દ્વારા આપેલા સંદેશાનો આવકાર કરીને તમે, અમારી અને પરભુ ઈસુ મસીહની જેમ જીવન જીવ્યા.
ઈ હાટુ નથી કે, અમે તમારી પાહેથી મદદ લેવાનો અધિકાર હતો નય, પણ અમે તમારી હામે નમુનો બની, જેથી તમે પણ અમારી જેવું જીવન જીવો.
જે તમારી આગેવાની કરનારા હતા, અને જેઓએ તમને પરમેશ્વરનાં વચનો હંભળાવ્યા છે, તેઓને યાદ કરો, અને ધ્યાનથી તેઓના વિતાવેલા જીવન વિષે વિસાર કરો અને પરમેશ્વર ઉપર તેઓનો વિશ્વાસ જોયને તેઓની જેમ કરો.
અને જે લોકો તમને હોપવામાં આવ્યા છે, તેઓને આદેશ દેતા ફરોમાં, જેમ એક શાસન કરનાર પોતાના લોકોને આદેશ દેય છે, પણ એના હાટુ એક દાખલો બનો.